BJPના મહિલા નેતાની ગૌશાળામાં ગાયોના મોત : કૂવામાંથી મળ્યા 20 મૃતદેહ, અનેક હાડપિંજર મેદાનમાંથી મળ્યા

506

રવિવારે સાંજે મિર્ચી બાબા પણ ગૌશાળા પહોંચી ગયા હતા અને તેમણે 500 ગાયોના તડપી-તડપીને મોત થયા હોવાનું જણાવ્યું હતું

નવી દિલ્હી,તા.31 જાન્યુઆરી,સોમવાર : ભોપાલમાં રવિવારે અનેક ગાયોના મોતને લઈ સનસનાટી મચી ગઈ હતી.બૈરસિયા ખાતે ભાજપના મહિલા નેતા નિર્મલા દેવી શાંડિલ્યની ગૌશાળા ખાતે ગાયોના મોત થયા હતા.ગૌશાળાના કૂવામાંથી રવિવારે 20 ગાયોના મૃતદેહ મળી આવ્યા હતા.જ્યારે 75 કરતાં પણ વધારે ગાયોના મૃતદેહ અને હાડપિંજર મેદાનમાં વિખરાયેલા મળી આવ્યા હતા.રવિવારના આગલા દિવસે પણ ગૌશાળામાં 8 ગાયોના મોત થયા હતા અને આ મામલે કોંગ્રેસને ભાજપ પર નિશાન સાધવાની તક મળી ગઈ છે.

ગાયોના મૃત્યુની ખબર ફેલાતાં જ ઘટના સ્થળે લોકોની ભીડ જામવા લાગી હતી અને લોકો ગાયોની સ્થિતિ જોઈને ભડકી ઉઠ્યા હતા.ત્યાર બાદ લોકોએ ગૌશાળાના સંચાલિકા નિર્મલા દેવીની ફરિયાદ કરી હતી અને તેમના વિરૂદ્ધ કેસ દાખલ થયો હતો.આ અંગે જાણ થયા બાદ પ્રશાસને તાત્કાલિક આરોપી મહિલા પાસેથી ગૌશાળાનું સંચાલન છીનવીને પોતાના હાથોમાં લઈ લીધું હતું.આ દરમિયાન લોકોનો વિરોધ અને તણાવ વધી રહ્યા હોવાથી મોટી સંખ્યામાં પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું હતું.જાણવા મળ્યા મુજબ નિર્મલા દેવી 18 વર્ષ કરતાં પણ વધારે સમયથી ગૌશાળાનું સંચાલન કરી રહ્યા હતા.

Share Now