દરેક લગ્નને હિંસક અને દરેક પુરુષને બળાત્કારી ન કહી શકાય : સ્મૃતિ

389

જો મેરિટલ રેપને અપરાધ જાહેર કરવામાં આવ્યો તો લગ્ન સંસ્થા ખતમ થઇ જશે : સુશીલ મોદીનો દાવો

નવી દિલ્હી : સંસદમાં બુધવારે બજેટ સત્રનો ત્રીજો દિવસ હતો,આ દરમિયાન મેરિટલ રેપનો મામલો ઉઠયો હતો.દિલ્હી હાઇકોર્ટમાં પણ મેરિટલ રેપને અપરાધ જાહેર કરવાની માગ કરતી અનેક અરજીઓ થઇ છે.જેની સુનાવણી વચ્ચે હવે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કહ્યું છે કે દેશના દરેક લગ્નની ટિકા કરવી યોગ્ય નથી.સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે દરેક પુરુષને બળાત્કારી કહેવો પણ ઠીક નથી.

સંસદમાં સ્મૃતિ ઇરાની સીપીઆઇ સાંસદ બિનોય વિશ્વમમાં વૈવાહિક જીવનમાં યૌન હિંસા સંબંધીત એક સવાલનો જવાબ આપી રહ્યા હતા ત્યારે આ નિવેદન આપ્યું હતું.તેમણે કહ્યું હતું કે મેરિટલ રેપનો મામલો કોર્ટમાં વિચારણા હેઠળ છે.દેશમાં ૩૦થી પણ વધુ હેલ્પલાઇન છે.જે મહિલાઓની મદદ કરે છે.કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોની મદદથી દેશની મહિલાઓની સુરક્ષા માટે કામ કરી રહી છે.જે હેલ્પલાઇન ચાલુ છે તેણે દેશમાં ૬૬ લાખથી વધુ મહિલાઓની સહાય કરી છે.

આ ઉપરાંત દેશમાં ૭૦૩ વન સ્ટોપ સેંટર કામ કરી રહ્યા છે.જેમાં પાંચ લાખથી વધુ મહિલાઓને મદદ મળી રહી છે.જ્યારે સાંસદ વિશ્વમે કહ્યું હતું કે તેનો મતલબ એ નહોતો કે દરેક આદમી બળાત્કારી છે.

આ સાથે જ સવાલ પૂછ્યો કે શું સરકાર આ મુદ્દા પર ડેટા એકઠા કરી શકે છેે? મેરિટલ રેપ અંગેની ફરિયાદોના ડેટા અંગે સંસદમાં ચર્ચા થઇ હતી.આ દરમિયાન સ્મૃતિ ઇરાનીએ કહ્યું હતું કે સાંસદ એવી માગણી કરી રહ્યા છે કે રાજ્ય સરકારોની પાસેથી રેકોર્ડ માગવામાં આવે. જોકે કેંદ્ર આજે આ સંસદમાં રાજ્ય સરકારો તરફથી કોઇ ભલામણ ન કરી શકે.

જ્યારે ભાજપના નેતા સુશીલ મોદીએ કહ્યું હતંુ કે શું સરકાર મેરિટલ રેપને અપરાધની શ્રેણીમાં રાખવાના પક્ષમાં છે કે પછી તેને અપરાધના રુપે છૂટ આપવાના પક્ષમાં છે?જો મેરિટલ રેપને અપરાધ માનવામાં આવ્યો તો લગ્ન સંસ્થા સમાપ્ત થઇ જશે.સુશીલ મોદીએ કહ્યું કે એ સાબિત કરવું મુશ્કેલ છે કે પત્ની સાથે રેપ થયો છે કે નહીં.

Share Now