650 લોકરોમાંથી 6 કરોડની રોકમ, સોનાની ઈંટ સહિતનુ ઝવેરાત પણ કોઈ દાવેદાર સામે આવી રહ્યુ નથી

566

નવી દિલ્હી,તા.3.ફેબ્રુઆરી : નોએડામાં પૂર્વ આઈપીએસ અધિકારી રામ નારાયણ સિંહના લોકરોમાંથી જાણે ખજાનોો જ નીકળી રહયો છે.છેલ્લા કેટલાક દિવસથી અહીંયા આવકવેરા વિભાગ દ્વારા દરોડાની કામગીરી ચાલી રહી છે.આ અધિકારીના લોકરોમાંથી કરોડોની કેશની સાથે સાથે હીરા અ્ને સોનાના દાગીના પણ મળ્યા છે.લોકરોમાંથી સોનાનની ઈંટો અને બિસ્કિટો પણ મળી આવ્યા છે.જેની કિંમત કરોડો રુપિયામાં થવા જાય છે.

આશ્ચર્યની વાત એ છેકે,હજી સુધી દાગીના અને રોકડ રકમનો કોઈ દાવેદાર સામે આવ્યા નથી.સોનાની ઈંટની કિંમત 45 લાખ રુપિયા છે.બાકીના ઘરેણા અઢી કરોડના હોવાનુ મનાઈ રહ્યુ છે.

આ પહેલા લોકરોમાંથી 6 કરોડ રુપિયાની રોકડ પણ મળી હતી.જોકે આ રકમ કોની છે તેની જાણકારી હજી મળી નથી.કોઈ તેના પર માલિકીનો દાવો કરવા પણ આવ્યુ નથી.

પૂર્વ આઈપીએસ અધિકારીના ઘરમાં 650 લોકર મળ્યા છે અને આ લોકરોનો ઉપયોગ ધનિક લોકો પોતાની બેનામી સંપત્તિ છુપાવવા માટે કરતા હોવાનુ મનાઈ રહ્યુ છે.છેલ્લા પાંચ વર્ષથી અધિકારી મકાનના બેઝમેન્ટમાં આવેલા લોકર ભાડે આપી રહ્યા હતા.

અધિકારી રામ નારાયણ સિંહનુ કહેવુ છે કે,આ તો અમારો વારસાગત વ્યવસાય છે.દરમિયાન લોકરો લેનારાની કેવાયસી પણ આવકવેરા વિભાગને મળી નથી.

Share Now