
- એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કરેલો દાવો
- સેન્ડ માઇનિંગને સુલભ કરવા અને અધિકારીઓની બદલી કરવા લાંચ લીધી
નવી દિલ્હી : પંજાબના મુખ્યપ્રધાન ચરણજીતસિંહ ચન્નીના પકડાયેલા ભત્રીજા ભુપિન્દરસિંઘ ઉર્ફે હનીએ સેન્ડ માઇનિંગની કામગીરી સુલભ બનાવવા તથા સરહદી રાજ્યોમાં અધિકારીઓની ટ્રાન્સફર કે પોસ્ટિંગ માટે દસ કરોડની લાંચ લીધી હતી,એમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ જણાવ્યું હતું.
ઇડીએ હનીને ત્રીજી ફેબુ્રઆરીના રોજ કસ્ટડીમાં લીધા હતા.પંજાબમાં રેતીના ઉત્ખનની કામગીરી તથા મની લોન્ડરિંગના કેસની તપાસના ભાગરૃપે તેમની ધરપકડ કરી હતી.હાલમાં તે મંગળવાર સુધી ઇડીની કસ્ટડીમાં છે.
એજન્સીએ હની અને બીજા લોકોને ત્યાં ૧૮મી જાન્યુઆરીના રોજ દરોડા પાડીને ત્યાંથી 7.9 કરોડની રોકડ પકડી હતી અને સંદીપ કુમાર નામની વ્યક્તિ પાસેથી બે કરોડની રોકડ પકડી હતી.એજન્સીએ જણાવ્યું હતું કે કુદ્રતદીપસિંઘ,ભુપિન્દરસિંઘ (હની), હનીના પિતા સંતોખસિંઘ અને સંદીપ કુમારના નિવેદન નોંધી લેવાયા છે.તેની સાથે તપ્પ્રસ્થાપિત થઈ ચૂક્યુ છે કે આ દસ કરોડની રકમ ભુપિન્દરસિંઘની હતી.
ઇડીનો દાવો હતો કે ભુપિન્દરસિંઘે આ રકમ સેન્ડ માઇનિંગનીકામગીરીને સુલભ કરી આપવા અને અધિકારીઓના ટ્રાન્સફર કે પટ્સ્ટિંગ માટે સ્વીકારી હતી.તેમણે જણાવ્યું હતું કે હનીને આ અંગે ત્રીજી ફેબુ્રઆરીના રોજ કેટલાક દસ્તાવેજો સાથે હાજર રહેવા સમન્સ મોકલાયું હતું.પંજાબ ચૂંટણીના આરે છે અને 20મી ફેબુ્આરીએ ત્યાં ચૂંટણી યોજાવવાની છે ત્યારે મુખ્યપ્રધાન ચન્નીના ભત્રીજાની ધરપકડ સૂચક મનાય છે.