
AIMIM ચીફ અસદુદ્દીન ઔવેસી પર થયેલા હુમલામાં મોટો ખુલાસો થયો છે ઘટનાસ્થળના CCTV ફુટેજ કઈક અલગ કહે છે.બીજી તરફ ઓવૈસી તેમના નિવેદન અને ટ્વિટમાં કઈ અલગ જ જણાવી રહયા છે.12 કલાક પછી ફિલખુઆ પોલીસ સ્ટેશનમાં બનાવવામાં આવેલી બીજી FIR માંતો બંને કરતા અલગ જ વાત રજૂ કરી કરવામાં આવી છે.આમ કેટલાક જુઠાણા સામે આવી રહ્યા છે,ઓવૌસીના ટ્વિટમાં એક પિસ્તોલ ઘટના સ્થળે પડેલી જોવા મળી હતી.જ્યારે પોલીસે રેકોર્ડમાં લખ્યું હતું કે બંને હુમલાખોરો પાસેથી પિસ્તોલ જપ્ત કરવામાં આવી છે.એવામાં જ્યારે મામલો કોર્ટમાં આવશે તો શંકાનો લાભ હુમલાખોરોને મળશે,એ વાત નક્કી છે.હાલ આ શંકાનો ફાયદો રાજકીય પક્ષો ઉઠાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.
જ્યાં ગાડી ટોલ બૂથથી પણ ધીમી થઈ જાય છે. ત્યાં CCTV પણ લાગેલા નહોતા,આ સિવાય ત્યાં લોકો પણ હાજર નહોતા.સચિને કેટલી ગોળીઓ ચલાવી, તેમાં પણ વિરોધાભાસ છે.શુભમે એક ગોળી ચલાવી,પછી ફાયર ન થયું, તેની પાસે 10 ગોળીઓ હતી,9 જપ્ત થઈ.સચિનની પાસે 12 ગોળીઓ હતી, જપ્ત 7 થઈ.એટલે કે તેણે 5 ગોળી ખર્ચી.ઓવૈસીની ગાડી પર તો 2 ગોળીઓ વાગી હતી, બાકીની 3 ક્યાં વાગી? પોલીસની પાસે તેનો જવાબ નથી.હુમલાખોર સચિન ઓવૈસીના ઉમેદવાર નો મિત્ર નીકળ્યો હોવાની વાત સામે આવી રહી છે ત્યારે આ હુમલા પ્રકરણમાં કઈક બીજી વાત જ હોવાનું કહેવાય છે