11000 પ્રકાશ વર્ષ દુરના સુપરનોવાની ઈમેજ નાસાના નવા એક્સ રે ટેલિસ્કોપે મોકલી

320

નવી દિલ્હી,તા.17.ફેબ્રુઆરી.2022 : નાસાએ અવકાશમાં મોકલેલા ઈમેજિંગ એક્સરે એક્સ્પ્લોરરે પોતાની પહેલી ઈમેજ ધરતી પર મોકલી આપી છે.

ખગોળ વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે,બે મહિના પહેલા એક્સ્પ્લોરરને અવકાશમાં મોકલવામાં આવ્યુ હતુ અને તેણે કેસિઓપીઆ એ નામના તારામાં થયેલા વિસ્ફોટની તસવીરો મોકલી છે.તારાના અવશેષોની આસપાસ જાંબલી રંગના ગેસના વાદળો જોઈ શકાય છે.

વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે તારામાં થયેલા વિસ્ફોટના કારણે અત્યંત ઉંચા તાપમાનથી આસપાસના ગેસમાં વિસ્ફોટ થયો હતો.તેનાથી જે શોક વેવ ઉત્પન્ન થયા હતા તેના કારણે આ વાદળ સર્જાયુ છે.

કોઈ પણ તારો જ્યારે તેના અંતની નજીક પહોંચે છે ત્યારે તેમાં વિસ્ફોટ થતા હોય છે અને આવા તારાને સુપર નોવા કહેવામાં આવે છે.આ પ્રકારના સુપરનોવાના અવશેષોની તસવીરો નાસાના ઈમેજિંગ એક્સરે એક્સ્પ્લોરરે કેપ્ચર કરી છે.જેનાથી સુપરનોવાના અવેશેષોનો વધારે અભ્યાસ કરવાની વૈજ્ઞાનિકોને તક મળશે.

નાસા અને ઈટાલિયન સ્પેસ એજન્સીએ ઈમેજિંગ એક્સરે એક્સ્પ્લોરર નામના સ્પેસક્રાફ્ટમાં ત્રણ શક્તિશાળી એકસ રે ટેલિસ્કોપ મુકયા છે.તેનાથી અંતરિક્ષમાં સર્જાતા ન્યુટ્રોન સ્ટાર્સ તેમજ બ્લેક હોલ્સ અંગે પણ નવી જાણકારી મળશે.

સુપર નોવા કેસિઓપીયા એ પૃથ્વીથી 11000 પ્રકાશ વર્ષ દુર છે અને તેનુ આયુષ્ય પુરુ થઈ રહ્યુ હોવાથી તે હાલમાં એક વિશાળ ગેસના બબલમાં ફેરવાઈ રહ્યો છે.

Share Now