સરકારી સંપત્તિને નુકસાનની વસૂલાત માટે દેખાવકારોને અપાયેલી નોટિસો પાછી ખેંચાઈ, યુપી સરકારનો સુપ્રીમ કોર્ટમાં જવાબ

397

નવી દિલ્હી, તા. 18. ફેબ્રુઆરી 2022 શુક્રવાર : સીએએના વિરોધમાં યુપીમાં થયેલા દેખાવો દરમિયાન સરકારી સપંત્તિને થયેલા નુકસાનની વસુલાત દેખાવકારો પાસેથી કરવાનો યુપી સરકારે નિર્ણય લીધો હતો.
આ માટે યુપી સરકાર દ્વારા દેખાવકારોને નોટિસો ફટકારવામાં આવી હતી.જોકે સુપ્રીમ કોર્ટમાં આ મામલો ગયા બાદ સુપ્રીમ કોર્ટે આ નોટિસો રદ કરવા માટે કહ્યુ હતુ.

જેના કારણે યુપી સરકારને ઝાટકો વાગ્યો હતો.દરમિયાન યુપી સરકારે કોર્ટને જવાબ આપીને કહ્યુ છે કે,સીએએ વિરોધી દેખાવકારોને અપાયેલી નોટિસો પાછી ખેંચવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, 2019માં યુપીમાં સીએએ સામે થયેલા હિંસક દેખાવોમાં જાહેર અને ખાનગી સંપત્તિઓને નુકસાન પહોંચાડવામં આવ્યુ હતુ અને અલગ અલગ જગ્યાએ પોલીસે 833 દેખાવકારો સામે પોલીસ ફરિયાદો નોંધી હતી.

Share Now