કાશ્મીર સરહદે અફઘાનિસ્તાન-પાક.ના 150થી વધુ આતંકી ઘુસવાની ફિરાકમાં

189

– અમેરિકાએ અફઘાનિસ્તાનમાં છોડેલા હથિયારો એલઓસી પર પહોંચ્યા સરહદે અમેરિકાના નાઇટ વિઝન જેવા હાઇટેક હથિયારોની મદદથી આતંકીઓ ઉનાળામાં ઘુસી શકે છે,સૈન્યને એલર્ટ કરાયું
શ્રીનગર : પાકિસ્તાન સરહદ પાર કરીને 150 જેટલા આતંકીઓ ભારતમાં ઘુસવાની ફિરાકમાં છે.સાથે જ એવી પણ બાતમી સૈન્યને મળી છે કે અફઘાનિસ્તાનથી પણ અનેક આતંકીઓ ભારત સરહદે પહોંચી રહ્યા છે જેઓ ગમે ત્યારે ઘુસણખોરી કરવાની ફિરાકમાં છે.

આ અંગેના પુરાવા પણ સૈન્યને સરહદ પાસેથી મળી આવ્યા છે.અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈન્ય દ્વારા જે હિથયારો છોડી દેવાયા હતા તે હવે આતંકીઓના હાથ લાગ્યા છે અને તે ભારત પાકિસ્તાન સરહદ પાસેથી મળી રહ્યા છે.

સૈન્યના વરીષ્ઠ અિધકારી જનરલ ઓફિસર કમાંડિંગ (જીઓસી) મેજર જનરલ અજય ચાંદપુરિયાએ જણાવ્યું હતું કે એલઓસી પાસે અફઘાનિસ્તાનના અનેક સીમકાર્ડ સક્રિય જોવા મળી રહ્યા છે.સાથે જ પીઓકેમાં અફઘાનિસ્તાનની ભાષા બોલનારા અનેક લોકો પહોંચ્યા છે.

અફઘાનિસ્તાનમાં જે આતંકીઓ સક્રિય હતા તેઓ હવે એલઓસી પાસે પહોંચી ગયા છે અને ઉનાળામાં ગમે ત્યારે સરહદ પાર કરીને ભારતમાં ઘુસવાનો પ્રયાસ કરી શકે છે.જોકે તેનો જવાબ આપવા માટે ભારતીય સૈન્ય પણ એલર્ટ કરી દેવાયું છે.

હાલ પાકિસ્તાની આતંકીઓના હાથમાં અફઘાનિસ્તાનમાં જે અમેરિકી સૈન્યના હિથયારો છુટી ગયા છે તે પહોંચી ગયા છે અને એલઓસી પાસેથી આ હિથયારો મળી રહ્યા છે.અફઘાનિસ્તાનના આતંકીઓ હવે પાકિસ્તાની આતંકીઓની સાથે ભળી ગયા હોવાની પણ શક્યતાઓ છે.સૈન્યને એવા ઇનપુટ મળ્યા છે કે પીઓકેમાં હાલ 100થી 150 જેટલા આતંકીઓ સક્રિય છે જે ગમે ત્યારે સરહદ પાર કરવાનો પ્રયાસ કરી શકે છે.

જ્યારે છેલ્લા એક વર્ષમાં અડધો ડઝનથી વધુ વખત આતંકીઓ દ્વારા ઘુસણખોરીનો પ્રયાસ થયો હતો જે બધા પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે.હાલ આતંકીઓની પાસે હાઇટેક હિથયારો લાગી ગયા છે જે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં છોડી દીધા છે જેમાં નાઇટ વીઝન ડિવાઇસ,હાઇ-ટેક હિથયારોનો પણ સમાવેશ થાય છે.

દરમિયાન કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગનો એક પ્રયાસ નિષ્ફળ બનાવાયો છે.શ્રીનગર પોલીસે જણાવ્યું હતું કે ટાર્ગેટ કિલિંગ માટે જાણીતુ તોયબાનું હિટ સ્ક્વોડ ફરી સક્રિય થયું છે,જોકે આવા એક ટાર્ગેટ કિલિંગને નિષ્ફળ બનાવાયો છે અને પોલીસ દ્વારા કેટલાક શખ્સોની ધરપકડ કરાઇ છે.

Share Now