મણીપુરઃ લોકોની ભીડ જોઈ રસ્તામાં ઉભા રહી ગયા પીએમ મોદી, સેલ્ફી ખેંચાવી અને હાથ મિલાવ્યા

430

ઈમ્ફાલ,તા.22.ફેબ્રુઆરી.2022 મંગળવાર : મણીપુરમાં ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચેલા પીએમ મોદીએ આજે એક સભાને સંબોધન કર્યુ હતુ.
જોકે એ પહેલા મોટી સંખ્યામાં રસ્તા પર લોકો તેમના સ્વાગત માટે ઉમટી પડયા હતા.આ જોઈને મોદીએ પોતાની કાર રોકાવી હતી અને લોકોને મળ્યા હતા.તેમણે મહિલાઓ સાથે હાથ પણ મિલાવ્યા હતા અને સેલ્ફી પણ ખેંચાવી હતી.

પીએમ મોદીએ તેનો એક વિડિયો પણ શેર કર્યો છે અને કહ્યુ છે કે,મણિપુરમાં અમુલ્ય પળો ..લોકોના સ્નેહ માટે હુ આભારી છું.

પીએમ મોદીએ બાદમાં સભાને સંબોધતા કહ્યુ હતુ કે,દાયકાઓના કોંગ્રેસી શાસન બાદ પણ મણિપુરને અસમાનતા અને અપૂરતો વિકાસ મળ્યો હતો.પણ છેલ્લા પાંચ વર્ષમાં ભાજપની સરકારે મણિપુરનો વિકાસ પૂરેપૂરી ઈમાનદારી સાથે કર્યો છે.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે,આ ચૂંટણી મણિપુરના આગામી 25 વર્ષ નક્કી કરશે.સ્થિતરતા અને શાંતિની શરુ થયેલી પ્રક્રિયાને આપણે કાયમી બનાવવાની છે.ભાજપની સરકારે અહીંયા અશક્ય લાગતી બાબતોને શકય બનાવી છે.બંધ અને ચક્કાજામથી રાજ્યને રાહત મળી છે.નહીંતર કોંગ્રેસની સરકારે તો બંધના એલાનને જ મણીપુરનુ નસીબ બનાવી દીધુ હતુ.

તેમણે કહ્યુ હતુ કે,કોંગ્રેસ પાર્ટી અહીંના લોકોની તકલીફ ક્યારે પણ સમજી શકી નથી.માત્ર એનડીએની સરકાર પૂર્વોત્તર રાજ્યો માટે કામ કરી રહી છે.કોંગ્રેસના નેતાઓ અહીંયા મોટી મોટી વાતો કરે છે અને બીજા રાજ્યોમાં પૂર્વોત્તર રાજ્યોની સંસ્કૃતિની મજાક ઉડાવે છે.

Share Now