રવિવારે જનતા કર્ફ્યૂના દિવસે રાજ્યની આ બે મોટી સુવિધા બંધ

508

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ આજે ગુરુવારે રાત્રે 8 વાગ્યે દેશવાસીઓને સંબોધન કર્યા બાદ કોરોના વાયરસ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે કે સરકાર તરફથી અપાતી સૂચનાનો લોકો અમલ કરે. બને ત્યાં સુધી ભીડમાં જવાનું ટાળો. હાથ મિલાવવાને બદલે નમસ્કાર કરો. તેમજ 104 હેલ્પલાઈન નંબર પર મદદ માંગો. ગુજરાતની જનતાને ગભરાવાની જરૂર નથી. બસ થોડી સાવચેતી રાખવાની જરૂર છે. કોરોના સામે બાથ ભીડવા માટે તંત્ર અને સરકાર સંપૂર્ણ રીતે સજ્જ છે.

હાલ રાજ્યમાં બે કેસ નોંધાયા છે, પરંતુ તે બંને વિદેશથી આવ્યા હતા. તે લોકોના જે કોઈ સંપર્કમાં આવ્યા છે તે તમામનું સ્ક્રીનિંગ થઈ રહ્યું છે. કોરોના વાયરસ હાલ ગુજરાતમાં વધુ ફેલાય નહીં તે માટે સરકાર વ્યવસ્થા કરી રહી છે. તેને લઈને અનેક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના વાયરસના બે કેસ પોઝીટીવ નોંધાયા છે. આ કેસ વિદેશ યાત્રાના કારણે સંક્રમિત થયેલા છે ત્યારે તેમના પરિવારજનો અને પરિચિતોને પણ દેખરેખમાં રાખવામાં આવ્યા છે. આ કિસ્સામાં હવે સરકાર તમામ સાવચેતીના અગમચેતીના પગલાં લેતા આજથી અનકે મહત્ત્વના જાહેર સ્થળોને 31 માર્ચ સુધી બંધ કરી રહી છે.રાજ્યનું આરોગ્યતંત્ર સજ્જ છે.આપમે સાથે મળીને આ મહામારી સામે લડીશું અને તેને હરાવીશું.

રવિવારે જનતા કર્ફ્યૂ કરવાની અપીલ કરી હતી, ત્યારે રાજ્યના સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રવિવારે ST અને BRTS બંધ રાખવાના આદેશ બહાર પાડવામાં આવ્યો છે. જનતાને અનુરોધ કર્યો હતો કે કર્ફ્યુના સમર્થનમાં ST અને BRTS બંધ કરવામાં આવી છે. રવિવારે લોકો જનતા કર્ફ્યુનું પાલન કરે.

તમામ સરકારી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ બંધ રહેશે. રાજ્યમાં આગામી રવિવારે જનતા કર્ફ્યૂનો ચુસ્તપણે અમલ થશે.જનતા કર્ફ્યૂ અંતર્ગત રાજ્યમાં એસટી. સીટી બસ સુવિધા અને અન્ય તમામ ટ્રાન્સપોર્ટેશન બંધ રહેશે. અમદાવાદની AMTS અને BRTSની સુવિધાઓ પણ જનતા કર્ફ્યૂના દિને બંધ રહેશે. લોકો સાંજે 5 વાગ્યે થાળી, ઘંટ ખખડાવી કે પછી તાળીઓ પાડી અને કોરોના વાયરસની લડતમાં દેશ એક છે એ સંદેશો આપવા માટે આગળ આવે’

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ આજે ગુરુવારે રાત્રે 8 વાગ્યે દેશવાસીઓને સંબંધોન કર્યા હતા. તેમણે મહત્વની વાત જણાવી હતી. વૈશ્વિક મહામારી સામે લડવા માટે સંકલ્પ અને સંયમની વાતને મહત્વ આપ્યું હતું.

Share Now