ન્યુયોર્ક,23 ફેબ્રુઆરી,2022,બુધવાર : સીમા અને સુરક્ષાના નાના મોટા વિવાદો દરેક દેશને તેના પાડોશી દેશ સાથે ચાલતા હોય છે.કયારેક તો એમાંથી યુધ્ધનો મોટો ભડકો થતો હોય છે.રશિયા અને યુક્રેન સાથેના સરહદી ઝગડામાં દુનિયાને ત્રીજું વિશ્વયુધ્ધ થવાના ભણકારા વાગવા શરુ થયા છે.ભારત અને પાકિસ્તાન,ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા જેવા દેશોના સીમા વિવાદો દાયકાઓથી ચાલ્યા કરે છે.ભારતે પાકિસ્તાનને ત્રણ વાર યુધ્ધ લડીને પાઠ ભણાવવો પડયો છે.તેમ છતાં પાકિસ્તાન તેની અવડચંડાઇ છોડતું નથી.
ચીન તેના ભાગ્યે જ કોઇ પાડોશી દેશ સાથે સરહદી મામલે સારા સંબંધો ધરાવે છે.1960 થી 1990 સુધી સોવિયત સંઘ (રશિયા) અને અમેરિકા (યુએસએ) વચ્ચેના શીતયુધ્ધના ઓછાયા હેઠળ દુનિયા જીવતી હતી.1914 થી 1919 માં પ્રથમ વિશ્વયુધ્ધ જયારે 1939 થી 1945માં બીજું વિશ્વયુધ્ધ થયું હતું.આ બંને વિશ્વયુધ્ધમાં અંદાજે 12 કરોડ લોકોના મુત્યુ થયા હતા.જો કે ગમે તેવા વિપરિત સંજોગો વચ્ચે યુધ્ધ નહી શાંતિમાં માનનારો પણ એક દેશ છે.
આ દેશ આજે પણ એવું માને છે કે તેનું કોઇ દેખીતું દુશ્મન નથી
આ એક માત્ર એવો દેશ છે જે પહેલું કે બીજુ વિશ્વયુધ્ધ તો શું છેલ્લા 200 વર્ષથી એક પણ યુધ્ધ લડયો નથી.આ દેશને યુધ્ધ નહી પરંતુ શાંતિમાં રસ છે.એવું નથી કે આ દેશ પાસે શસ્ત્રો કે સૈન્ય નથી. દુનિયામાં અણુયુધ્ધ ફાટી નિકળેતો પોતાના તમામ નાગરિકોને બચાવવા સમર્થ છે.દુનિયાના બેન્કિંગ સેકટરનું હબ ગણાય છે.તેના આર્મ્સ વેપન્સનું ઉત્પાદન દુનિયા આખીમાં વખણાય છે.તેમ છતાં ઘર આંગણે ઇસ ૧૮૧૫થી નો વૉર પોલિસી હેઠળ પોતાનો વિકાસ કર્યો છે.આ દેશનું નામ બીજું કોઇ નહી પરંતુ સ્વિત્ઝર્લેન્ડ છે.
આ દેશ હાલના સંજોગોમાં પણ એવું માને છે કે તેનું કોઇ દુશ્મન જ નથી.સ્વિત્ઝર્લેન્ડ ઇસ પૂર્વ પહેલી સદીમાં રોમન સામ્રાજયનો ભાગ હતું.રોમન પછી જર્મન જનજાતિઓએ સ્વિત્ઝર્લેન્ડ પર આક્રમણ કર્યુ હતું.૧૩ મી સદીમાં આલ્પસમાં નવો માર્ગ ખુલ્યો ત્યારે સ્વિત્ઝર્લેન્ડની પર્વતમાળા મહત્વની બની ગઇ હતી.ઇસ ૧૨૯૧માં હોલી રોમન સમ્રાટનું મુત્યુ થતા અમેરિકી વિદેશ મંત્રાલયના અનુસાર પહાડો પર સત્તા ભોગવતા અનેક રાજવી પરીવારોએ શાંતિ અને સ્વતંત્રતાથી શાસન કરવાના એક ચાર્ટર પર હસ્તાક્ષર કર્યા હતા.૧૩૧૫ થી ૧૩૮૮ સુધી કોન્ફેડરેટસ હૈબ્સબર્ગ્સ સાથેના સંઘર્ષોમાં જોડાઇને સ્વિસે પોતાની હદ વધારી હતી.
ઇસ ૧૮૧૫માં વિયેનામાં તટસ્થ રહેવાના કરાર કર્યા હતા
ઇસ ૧૫૧૫માં ફેંચો દ્વારા મળેલા એક પરાજય પછી સ્વિત્ઝર્લેન્ડની વિસ્તારવાદી નીતિનો અંત આવ્યો હતો.૧૬૦૦ના વર્ષમાં યૂરોપમાં અનેક લડાઇઓ થઇ પરંતુ સ્વિત્ઝર્લેન્ડ તટસ્થ રહયું હતું.ઇસ ૧૮૧૫માં વિયેનામાં પોતે તટસ્થ રહેવાના કરાર કર્યા હતા.ઇસ ૧૮૭૦માં ફેન્કો પર્સિયન વૉર થયું તેમાં પણ સ્વિત્ઝર્લેન્ડે પોતાને અળગું રાખ્યું હતું.
માણસ જાતનો ઇતિહાસ એટલે કે જાણે યુદ્ધનો ઇતિહાસ,૨૦૦ વર્ષમાં ખતરનાક યુદ્ધો થયા છે જેમાં કરોડો લોકોએ જીવ ગુમાવ્યા છે.ઇસ ૧૯૧૪ થી ૧૯૧૯માં પહેલા અને ઇસ ૧૯૩૯ અને ૧૯૪૫ સુધી ચાલેલા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન દુનિયાના દેશો ગ્રુપ બનાવી સિધી કે આડકતરી રીતે લડયા પરંતુ સ્વિત્ઝર્લેન્ડ યુધ્ધમાં ભાગ લેવાના સ્થાને તટસ્થ રહયું હતું.
ગત વર્ષ નવા ફાઇટર પ્લેન ખરીદવા સરકારે જનમત લેવો પડેલો
સ્વિસમાં વામપંથી ઝુકાવ ધરાવતા નેતાઓનું માનવું છે કે સ્વિત્ઝલેન્ડની ભૌગોલિક સ્થિતિ અને આસપાસ સક્ષમ નાટો દેશોનું સંગઠન હોવાથી કોઇ હુમલો કરી શકે તેમ નથી.નજીકના પાડોશી આર્યલેન્ડ,માલ્ટા અને લકઝર્મબર્ગ પણ મોંધા ફાઇટર જેટ ધરાવતા નથી.જયારે સ્વિસના દક્ષિણપંથીઓ સ્પષ્ટ માનતા રહયા છે કે કોઇના પર ભરોસો કરવા કરતા જાતે જ દેશનું ડિફેન્સ મજબૂત કરવું જરુરી છે.
ગત વર્ષ જુના થઇ ગયેલા ફાઇટર વિમાનોને સ્થાને ૬.૬ બિલિયન ડોલરના ખર્ચે નવા ફાઇટર જેટ વિમાનો ખરીદવા બાબતે રાજકિય ચર્ચા થઇ હતી.છેવટે લોકોનો મત જાણવામાં આવ્યો જેમાં ૫૦.૨ ટકા લોકોએ નવા ફાઇટર જેટ ખરીદવાની હા પાડી જયારે ૪૯.૮ ટકા લોકોએ ના પાડી હતી.ના પાડનારાઓ મોંઘાદાટ નહી પરંતુ હળવા પ્રકારના ફાઇટર વિમાનો માટે સંમત જણાતા હતા.


