શું લગ્નપછી પુત્રી પોતાના પિતાની હાઉસિંગ લોન માટે સહ-અરજદાર થઇ શકે?

423

મુંબઈ, તા. 23 ફેબ્રુઆરી, 2022, બુધવાર : મુંબઈ ખાતે વસવાટ કરતી અને વિશ્વની ટોચની એક કંપનીની ભારત ખાતેની ઓફીસમાં કાર્ય કરતી એક મહિલાના ટ્વીટથી અત્યારે ICICI Bank ઉપર ચોમેર તિરસ્કાર વરસી રહ્યા છે.બેન્કે માફી માંગી છે પણ અ મહિલાની જેમ અન્યના અનુભવ બહાર આવી રહ્યા હોવાથી મામલો ગરમ થઇ ગયો છે.

હકીકત એવી છે કે આ મહિલાના લગ્ન થઇ ગયા છે.પણ પોતાના પિતાને છત્ર મળી શકે,સારું રહેવા માટે ઘર મળી શકે એટલે હાઉસિંગ લોનમાં સહ અરજદાર (Co-applicant) તરીકે એણે પોતે પણ અરજી કરી છે.મહિલાનો ક્રેડીટ સ્કોર અને નાણાકીય સ્થિતિ શ્રેષ્ઠ છે પણ બેન્કે લોનની અરજી મંજુર ક્ર્ક્વનાઓ ઇનકાર કર્યો છે.બેન્કે બહાનું ધર્યું છે કે લગ્ન પછી કોઈ પરિણીત સ્ત્રી પોતાના પિતા માટે સહ અરજદાર થઇ શકે નથી.આ સ્થિતિમાં લોન મંજુર કરવી મુશ્કેલ છે.

આ મહિલાએ પોતના Twitter અનેLinkedin એકાઉન્ટમાં પોતાનોઅનુભવ અને નારાજગી વર્ણવી છે.બેન્કે તરત જ વળતો જવાબ આપ્યો છે કે મહિલા કે પુરુષ અમે બન્નેનો આદર કરીએ છીએ અને લોન આપવી કે નહી તેનો નિર્યણ માત્ર અને માત્ર નાણાકીય પરીબળના આધારે જ લેવામાં આવે છે.મહિલાને બેન્કે જણાવ્યું છે કે અમે પરિણીત મહિલાને પણ લોન આપીએ છીએ.પરંતુ. મહિલાના એકાઉન્ટ ઉપર અને તેની પોસ્ટ ઉપર જે જવાબ અને અન્ય લોકોના અનુભવ સામે આવી રહ્યા છે તેના ઉપરથી એવું લાગી રહ્યું છે કે દેશમાં અત્યારે લગ્ન પછી કોઈ યુવતી પોતાના પિતા કે માતા માટે લોન લેવા જાય તો તેને મળતી નથી.લીંકડીન પ્રોફાઈલ ઉપર લગભગ ૮૫ જેટલી કોમેન્ટ આવી છે અને તેમાં દરેક લોકોએ બેંકના નિયમો,બેંકની લોન આપવા માટેની શરતો અંગે રીતિ અંગે નારાજગી દર્શાવી છે.

Share Now