મુંબઇ પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ યશવંત જાધવને ત્યાં આઇટી રેડ

438

2024 સુધી આ ત્રાસ સહન કરવો પડશે : રાઉત
શિવસેનાના અન્ય નેતાઓ પણ ઇન્કમ-ટેક્સના રડાર પર : કોન્ટ્રાક્ટરો પણ સપાટામાં

મુંબઇ : શિવસેનાના નેતા તથા મુંબઇ મહાનગર પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ યશવંત જાધવના ઘરે આજે સવારે ઇન્કમ ટેક્સ વિભાગે દરોડો પાડયો છે.શરૂઆતમાં ઇ.ડી.એ કાર્યવાહી કરી હોવાનો ભ્રમ ઉભો થયો હતો.ઇ.ડી દ્વારા સ્પષ્ટીકરણ આપતાં ઇન્કમટેક્સ વિભાગનો દરોડો હોવાનું જાણ થઇ હતી.

યશવંત જાધવ પર 15 કરોડ રૂપિયાનો ગોટાળાનો આરોપ છે.આ નાણા તેણે વિદેશમાં એટલે કે યુ.એ.ઇ ખાતે ટ્રાન્સફર કર્યા હોવાનું કહેવાય છે.હવે યશવંત જાધવ બાદ ઇન્કમટેક્સના રડાર પર શિવસેનાના નેતાઓ છે.એવું રાજકીય વર્તુળમાં ચર્ચાઇ રહ્યું છે.આ સિવાય ઇન્કમટેક્સ વિભાગે યશવંત જાધવના મળતિયા કોન્ટ્રાક્ટરો પણ ઇન્કમટેક્સના સપાટામાં છે.

મુંબઇમાં મઝગાંવ સ્થિત યશવંત જાધવના ઘર પર ઇન્કમટેક્સે સી.આર.બી.એફ.ના જવાન સાથે દરોડો પાડયો હતો. તેની તપાસ શરૂ છે.તેમમે કોવિડના સમયમાં ગોટાળો કર્યો હોવાનું કહેવાય છે. ઇન્કમ ટેક્સ વિભાગે થોડાક દિવસ પૂર્વે યશવંત જાધવને નોટીસ મોકલાવી હતી.ભાજપના નેતાએ યશવંત જાધવ પર ગોટાળાનો આરોપ મૂક્યો હતો.

તેમણે ઇ.ડી. અને ઇન્કમટેક્સ વિભાગમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ યશવંત જાધવને નોટિસ મળી છે. આ નોટિસનો સંતોષજનક પ્રત્યુત્તર આપ્યો ન હતો.આથી તેમના ઘરે દરોડો પડયો હોવાની જાણકારી મળી છે.

દરમિયાન યશવંત જાધવ અને તેમની પત્ની વિધાનસભ્ય યામિની કોલકાતા સ્થિત શેલ કંપનીમાં આર્થિક વ્યવહાર કર્યો હોવાનું ઇન્કમટેક્સ વિભાગે અગાઉ તપાસમાં પર્દાફાશ કર્યું હતું.આ કંપની દ્વારા યશવંત જાધવ અને તેમની પત્ની તેમજ તેમના પરિવારે પૈસા કમાયા હોવાનો દાવો કરાયો હતો.

મળેલી માહિતી અનુસાર યામિની જાધવે પ્રધાન ડીલર્સ નામની કંપની પાસેથી 1 કરોડ રૂપિયાની લોન લીધી હતી.એવું જાધવે પોતોના સોગંદ ન ામામાં લખ્યું હતું.તપાસ કરતાં પ્રધાન ડીલર્સએ એક શેલ કંપની હોવાનું સાબિત થયું હતું.યામિની જાધવે 1 કરોડ રૂપિયાની લોન લીધી હોવાનું કહ્યું હતું.

પરંતુ તપાસમાં આ નાણા યામિની જાધવના પોતાના નાણા હોવાનું ઇન્કમટેક્સ વિભાગે સ્પષ્ટ કર્યું હતું.વર્ષ 2019ની વિધાનસભાની ચૂંટણીમાં યામિની દાધવે દાખલ કરેલા સોગંદનામાં પોતાની પાસે 7.5 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી.એમાં 2.74 કરોડ રૂપિયા જંગમ મિલકત હતી. જ્યારે પોતાના પતિ યશવંત જાધવ પાસે 4.59 કરોડ રૂપિયાની સંપત્તિ બતાવવામાં આવી હતી.

આ સિવાય યશવંત જાધવના ઘરે ઇન્કમટેક્સની રેડ દરમિયાન મેયર કિશોરી પેડણેકર જાધવના નિવાસસ્થાનના પરિસરની મુલાકાત લીધી હતી.શિવસેનાના યશવંત જાધવ ભૂમિપુત્ર છે.તે કોઇપણ કાર્યવાહીથી ગભરાવાના નથી,એવો વિશ્વાસ મેયરે વ્યક્ત કર્યો હતો.

કોઇપણ કાર્યવાહી સામે પ્રત્યુત્તર આપવા યશવંત જાધવ સક્ષમ છે.પાલિકામાં શિવસેનાની સત્તાને અસ્થિર કરવાનો ભાજપ પ્રયત્ન શરૂ છે.ભાજપ નેતાએ ગત 20 વર્ષના પાલિકાના પ્રકરણ ઉજાગર કરશે એવી ધમકી આપી છે.આ પ્રકરણ તેમને બહાર લાવવા એવી અપીલ કિશોરી પેડણેકરે કરી હતી.

Share Now