નવી દિલ્હી, તા. 26 ફેબ્રુઆરી 2022 શનિવાર : દિલ્હી અને તેના નજીકના વિસ્તારમાં હવામાન બદલાયુ છે. દિલ્હી-એનસીઆરમાં મોડી રાતે ગર્જના સાથે વરસાદ થવાથી લઘુતમ તાપમાનમાં ફરી ઘટાડો થયો છે.હવામાન વિભાગ અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજધાનીનુ હવામાન બદલાયુ છે.
હવામાન વિભાગ અનુસાર દિલ્હીમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ જ્યારે મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહેવાનુ અનુમાન છે.હવામાન વિજ્ઞાનીઓએ શનિવારે આંશિકરીતે વાદળ છવાયેલા રહેવાની સાથે વરસાદની સંભાવના વર્તાવી છે.સાથે જ રાષ્ટ્રીય રાજધાનીમાં ઝડપી પવન ફૂંકાશે.
વરસાદ બાદ હવે ઝડપી પવન ફૂંકાવાથી ફરી ઠંડી પાછી ફરવાના અણસાર છે.હવામાન વિભાગે પોતાના પૂર્વાનુમાનમાં વરસાદ થવાની સંભાવના વર્તાવાઈ હતી. વરસાદ અને સામાન્ય વરસાદને લઈને IMDની ભવિષ્યવાણી સટીક સાબિત થઈ છે.
રાષ્ટ્રીય રાજધાનીમાં ઠંડીની વાપસી
હવામાન વિભાગે આજે 26 ફેબ્રુઆરીએ પણ સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરી છે,જેનાથી દિવસના સમયે ઠંડી અનુભવાશે.જોકે રવિવારે હવામાન સ્પષ્ટ થઈ જશે.દિલ્હીમાં એકવાર ફરી લઘુતમ તાપમાનમાં ઘટાડો આવશે.હવામાન પૂર્વાનુમાન અનુસાર આગામી સપ્તાહમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ જ્યારે અને લઘુતમ તાપમાન 12-13 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.