રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન રશિયા અને યુક્રેન વચ્ચેના તણાવને લઈને સતત ચર્ચામાં છે.જોકે 69 વર્ષીય આ રશિયન રાષ્ટ્રપતિ પોતાની લાઈફસ્ટાઈલ અને ફિટનેસને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.69 વર્ષના થયા પછી પણ તેમનામાં 30 વર્ષના યુવક જેટલો જુસ્સો છે.તો ચાલો આજે અમે તમને જણાવીએ તેના હંમેશા યંગ લુક પાછળના ખાસ ડાયટ અને એક્સરસાઇઝ વિશે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ જાગૃત છે.સોશિયલ મીડિયા પર તેની ફિટનેસની તસવીરો અવારનવાર જોવા મળે છે.પોતાને ફિટ રાખવા માટે તે દરરોજ બે કલાક સ્વિમિંગ કરે છે અને એક કલાક જીમમાં વર્કઆઉટ કરે છે.કોર વર્કઆઉટ્સ અને વેઇટ લિફ્ટિંગમાં સ્ટ્રેચિંગ કરે છે.
એટલું જ નહીં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ઘોડેસવારીનો પણ ઘણો શોખ છે.તે પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને અઠવાડિયામાં એક કે બે વાર ઘોડેસવારી કરવા જવાનું પણ પસંદ કરે છે. 69 વર્ષીય પુતિન શર્ટ પહેર્યા વગર ઘોડા પર સવાર છે.પુતિન આટલી ઉંમરે પણ એકદમ યંગ લાગે છે.
વ્લાદિમીર પુતિન વિશ્વના એકમાત્ર એવા રાજનેતા છે જે 69 વર્ષની વયે પણ જુવાન દેખાય છે.તેની પાછળનું રહસ્ય છે તેનો આહાર, કસરત અને યોગ્ય જીવનશૈલી.પુતિનના આહાર વિશે વાત કરીએ તો તેઓ તેમના નાસ્તાને ખૂબ મહત્વ આપે છે.તેને નાસ્તામાં તીતર પક્ષીના કાચા ઈંડા ખાવાનું પસંદ છે.આ સિવાય તે નાસ્તામાં પોરીજ અને જ્યુસ લે છે.તેને ખાસ કરીને બીટરૂટ અને હોર્સરાડિશનો રસ ગમે છે.તે પછી તે કોફી પણ પીવે છે.
બપોરના ભોજનમાં પુતિન ચોખા અને અનાજમાંથી બનેલી વસ્તુઓ ખાય છે.ઉપરાંત ટામેટા અને કાકડીનો મુખ્યત્વે તેમના ખોરાકમાં સમાવેશ થાય છે.આ સિવાય તેને મીટ બોલ્સ,ફિશ સૂપ,પેનકેક અને સ્ટ્રોબેરી પસંદ છે.તેઓ જમવામાં ખુબ પરેજી રાખે છે.
પુતિન લંચ પછી ઘણી વખત કીફિર પીવે છે.આ એક પ્રકારની લસ્સી છે જે ખૂબ જ આરોગ્યપ્રદ છે.જો તે ઉપલબ્ધ ન હોય તો તે કામની વચ્ચે ગ્રીન ટી પીવાનું પસંદ કરે છે.જો કે કેટલીકવાર તેઓ પોતાને આઈસ્ક્રીમ ખાવાથી રોકી શકતા નથી.તેમને આઈસ્ક્રીમ ખુબ પસંદ છે.
કામના કારણે તે રાત્રે જમવામાં ખુબજ હળવો ખોરાક પસંદ કરે છે.કેટલીકવાર તેઓ તેને રાત્રે જમવાનું છોડી પણ દે છે.એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે તે તેનું મોટાભાગનું કામ મોડી રાત્રે કરે છે કારણ કે તે રાત્રે વધુ સારી રીતે કામ કરી શકે છે.પુતિન પોતાના સ્વાસ્થ્ય બાબતે ક્યારેય બાંધછોડ કરતા નથી.એટલે કે તેઓ આટલી ઉંમરે પણ જુવાન લાગે છે.