રશિયનના સાયબર હુમલાને ખાળવા યુક્રેને આઈટી આર્મી રચી

403

– રશિયન હેકરોનો યુક્રેનની અનેક વેબસાઈટ પર એટેક
– યુક્રેન પર સાયબર હુમલા કરવા રશિયાએ વિનાશકારી માલવેર બનાવ્યા

નવી દિલ્હી : રશિયા પ્રાયોજિત હેકરો દ્વારા મોટા પાયે થતા સાયબર હુમલાનો સામનો કરી રહેલા યુક્રેને વિશિષ્ટ સાયબર પડકારોનો સામનો કરવા એક આઈટી આર્મી ઊભી કરી છે અને તેની સંખ્યા ટેલીગ્રામ પર લગભગ 2 લાખ વપરાશકારો જેટલી થઈ ગઈ છે.

યુક્રેનની આઈટી આર્મી તરીકે ઓળખાતી આ સેના દેશને રશિયન સાયબર હુમલાનો સામનો કરવામાં તેમજ રશિયન સાઈટ્સ અને તેમના એજન્ટોને બંધ કરવામાં સહાયરૂપ થવા ટેકનોલોજી આગેવાનોનો સંપર્ક કરવા ટેલીગ્રામ ચેનલનો ઉપયોગ કરી રહી છે.

રશિયાની મુખ્ય બેન્કો પૈકીની એક એસબરબેન્ક માટે એપીઆઈ બંધ કરવા માટે ચેનલ પર કોલ-આઉટ અમલમાં આવ્યો હોય તેવું લાગે છે.આ સાઈટ હાલમાં ઓફલાઈન છે.યુક્રેનિયન સરકારી અધિકારીઓ પણ ટેલીગ્રામ લિન્કને ટ્વીટ કરીને આઈટી સેનાને સમર્થન આપી રહ્યા છે.

યુક્રેનના નાયબ વડા પ્રધાન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પ્રધાન મીખેલો ફેડોરોવે ટ્વીટ કરીને જણાવ્યું કે અમે આઈટી આર્મી બનાવી રહ્યા છીએ.અમને ડિજિટલ ટેલન્ટની જરૂર છે.તમામ માટે વિશિષ્ટ કાર્યો નક્કી કરાયેલા હશે.સાયબર મોરચે અમારી લડાઈ ચાલુ જ છે.પહેલું કાર્ય સાયબર વિશેષજ્ઞાો માટે ચેનલ પર છે.

રશિયા અને યુક્રેન વચ્ચે સાયબર યુદ્ધ વધુ તીવ્ર બન્યુ છે.રશિયા યુક્રેનિયન સંસ્થાઓની માલિકીની સીસ્ટમો પરના ડાટાનો કાયમી ધોરણે નાશ કરવા નવા વિનાશકારી માલવેરનો ઉપયોગ કરી રહ્યું છે.યુક્રેન પર રશિયન આક્રમણના પગલે વિશ્વ સ્તરે હેકિંગ કરનારા જૂથોની ગતિવિધિ વધી ગઈ છે.

રશિયા પ્રાયોજિત હેકરોએ સેંકડો યુક્રેનિયન સરકારી વેબસાઈટો અને બેન્કો પર હુમલો કર્યો છે.એનોનીમસ નામના એક જૂથે પોતાને પશ્ચિમી દેશો સાથે સંલગ્ન હોવાની જાહેરાત કરી છે અને રશિયાને ટાર્ગેટ બનાવ્યું છે.

એનોનીમસ સત્તાવાર રીતે રશિયન સરકાર સામે સાયબર યુદ્ધ ખેલી રહ્યું છે એવી માહિતી ગુ્રપે ટ્વીટ કરીને આપી છે.આઈબીએમ સેક્યુરિટી એક્સ ફોર્સ ટીમના જણાવ્યા મુજબ તેમને યુક્રેનિયન સીસ્ટમ પર ડીલીટ થઈ રહેલા નવા અને વિનાશકારી હર્મેટિકવાઈપરનો નમૂનો મળ્યો છે.

Share Now