દક્ષિણ આફ્રિકાથી ભાગી ગયેલા ગુપ્તા બંધુઓ સામે રેડ કોર્નર નોટિસ

399

– સાત મહિના અગાઉ દક્ષિણ આફ્રિકાએ ઇન્ટરપોલને અરજી કરી હતી
– અતુલ અને રાજેશ ગુપ્તા પર દક્ષિણ આફ્રિકાના સરકારી નિગમોમાં અબજો રેન્ડની હેરાફેરી કરવાનો આરોપ

જોહાનીસબર્ગ : ઇન્ટરપોલે દક્ષિણ આફ્રિકાથી ભાગી ગયેલા ભારતીય મૂળના ત્રણ ગુપ્તા બંધુઓ પૈકી બે ભાઇઓ અતુલ અને રાજેશ ગુપ્તા સામે રેડ કોર્નર નોટીસ જારી કરી છે.ગુપ્તા બંધુઓ પર દક્ષિણ આફ્રિકામાં અબજો રેન્ડની હેરાફેરી કરવાનો આરોપ છે.

અતુલ,રાજેશ અને તેમના મોટા ભાઇ અજય પર આરોપ છે કે તેમણે દક્ષિણ આફ્રિકાના પૂર્વ પ્રમુખ જૈકલ જુમાથી પોતાની ગરીબીનો ફાયદો ઉઠાવી તેમણે સરકારી નિગમોમાં અબજો રેન્ડની હેરાફેરી કરી હતી.

જો કે અતુલ અને રાજેશ ગુપ્તાની પત્નીઓ વિરૂદ્ધ રેડ કોર્નર નોટીસ જારી કરવામાં આવી નથી.રેડ કોર્નર નોટીસ તમામ સભ્ય દેશોને સચેત કરે છે કે આ વ્યકિત એ વોન્ટેડ ભાગેડું છે.જો કે આ નોટિસધરપકડ વોરન્ટની સમકક્ષ નથી.જો કે આનાથી આરોપીને પ્રત્યાર્પિત કરવાની કાર્યવાહીને વેગ મળે છે.દક્ષિણ આફ્રિકાની સરકારે સાત મહિના અગાઉ રેડ નોટિસ માટે અરજી કરી હતી.

દક્ષિણ આફ્રિકાના ન્યાય પ્રધાન રોનાલ્ડ રામોલાએ આ પગલાને સકારાત્મક ગણાવ્યું છે.દક્ષિણ આફ્રિકાની નેશનલ પ્રોસેક્યુટિંગ ઓથોરિટી(એનપીએ) છેલ્લા કેટલાક વર્ષો ગુપ્તા ભાઇઓના પ્રત્યાર્પણના પ્રયત્નો કરી રહી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર ગુપ્તા ભાઇઓ 2018માં દક્ષિણ આફ્રિકાથી ભાગીને દુબઇ જતા રહ્યાં હતાં.

Share Now