દૂધ પછી કોમર્શિયલ એલપીજીના ભાવમાં રૃ. ૧૦૫નો તોતિંગ વધારો

447

પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧ : હોટેલ અને અન્ય કોમર્શિયલ એકમો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા કોમર્શિયલ એલપીજીમાં આજે ૧૦૫ રૃપિયાનો વધારો કરવામાં આવ્યો છે.આ સાથે જ કોંમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ અત્યાર સુધીના બીજા સૌથી ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે.

જો કે સરકાર દ્વારા ડોમેસ્ટિક સિલિન્ડરના ભાવમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા પછી પેટ્રોલ અને ડીઝલની સાથે ડોમેસ્ટિક એલપીજીના સિલિન્ડરના ભાવ પણ વધારવામાં આવશે તેવી શક્યતા છે.સરકારી ઓઇલ કંપનીઓના જણાવ્યા અનુસાર ૧૯ કીલોના કોમર્શયિલ સિલિન્ડરનો ભાવ ૧૯૦૭ રૃપિયાથી વધીને ૨૦૧૨ રૃપિયાી થઇ ગયો છે.

આજના ભાવવધારા પછી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ અત્યાર સુધીના બીજા સૌથી ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે.આ અગાઉ ડિસેમ્બર,૨૦૨૧માં ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ૨૧૦૧ રૃપિયા હતો.

ઉલ્લેખનીય છે કે દર મહિનાની પ્રથમ તારીખે એલપીજીના સિલિન્ડરના ભાવ નક્કી કરવામાં આવે છે.ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરના ભાવમાં ઓક્ટોબર પછી કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.ઓક્ટોબરમાં ૧૪.૨ કિગ્રાના સિલિન્ડરનો ભાવ વધારીને ૮૯૯.૫૦ રૃપિયા કરવામાં આવ્યો છે.

દૂધ અને ત્યારબાદ કોમર્શિયલ એલપીજીના ભાવ વધારવામાં આવતા વિપક્ષે સરકાર પર પ્રહાર કરતા ચેતવણી આપી હતી કે જો વિધાનસભા ચૂંટણી પછી ઇંધણોના ભાવ વધારવામાં આવશે તો તે રસ્તા પર દેખાવો કરશે.વિપક્ષે આક્ષેપ કર્યો છે કે મોદી સરકારે એક વસ્તુ સ્પષ્ટ કરી દીધી છે કે તેમને સામાન્ય માનવીની તકલીફથી કોઇ લેવા દેવા નથી.

Share Now