– આપઘાત પહેલા મીડિયાને પ્રેસનોટ મોકલી
રાજકોટ : રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને સૌરાષ્ટ્રની જાણીતી કડવા પાટીદાર સમાજની સંસ્થા યુવી ક્લબના ચેરમેન મહેન્દ્ર ફળદુએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.મહેન્દ્ર ફળદુએ આપઘાત કરતા પહેલા એક સ્યુસાઈડ નોટ પણ લખી રાખી હતી અને તે દરેક અખબારમાં મોકલવામાં આવી હતી.બાદમાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલી પોતાની ઓફિસમાં ઝેરી દવા પી તેમજ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.જેની જાણ થતાની સાથે જ તેમના મિત્ર વર્તુળો તેમજ રાજકીય આગેવાનો પહોંચી ગયા હતા અને મૃતદેહને સિવિલ હોસ્પિટલ લાવી કાર્યવાહી હાથ ધરી છે.સ્યુસાઈડ નોટરૂપી પ્રેસનોટમાં તેમને આપઘાત પાછળ ઓઝન ગ્રુપ જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો છે.અને લખ્યું છે કે, મારી 33 કરોડની મિલકતના દસ્તાવેજો કરી આપતા નથી.
સ્યુસાઇડ નોટરૂપી પ્રેસનોટ લખી મીડિયાને મોકલી
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર નક્ષત્ર બિલ્ડિંગમાં ઓફિસ ધરાવતા જાણીતા ઉદ્યોગપતિ અને સૌરાષ્ટ્રની પ્રતિષ્ઠિત સામાજિક સંસ્થા યુવી ક્લબના ચેરમેન મહેન્દ્ર ફળદુએ આજે સવારના સમયે ઝેરી દવા પી અને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.મહેન્દ્ર ફળદુએ આત્મહત્યા કરતા પહેલા એક સ્યુસાઇડ નોટરૂપી પ્રેસનોટ લખી હતી જે દરેક અખબારોમાં મોકલી હતી.આ પ્રેસનોટમાં તેમને તેમના આપઘાત પાછળ ઓઝોન ગ્રુપ જવાબદાર હોવાનું જણાવ્યું છે. સાથે જ અમિત ચૌહાણ,એમ.એમ.પટેલ,અતુલ મહેતા અને અમદાવાદના લોકો જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો છે.
બનાવની જાણ થતા ભાજપના આગેવાનો અને મિત્રો દોડી ગયા
બનાવની જાણ થતા તેમના પરિવારજનો મિત્રો તેમજ રાજકીય આગેવાનો સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા.રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ તેમના નજીકના મિત્ર છે તેઓ પણ આજે આ બનાવ બનતા અવાચક થઈ ગયા હતા.મિત્ર મહેન્દ્રભાઈ ક્યારે આવું પગલું ભરે તેવું સ્વપ્ને પણ વિચારી શકાય તેમ ન હતું પરંતુ આજે આ ઘટના બનતા સૌ કોઈ લોકો શોક થઇ ગયા છે.હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહને પોસમોટર્મ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરાઇ છે જ્યાં મોટી સંખ્યામાં તેમના સંબંધીઓ,મિત્રો,રાજકીય આગેવાનો અને પરિવારજનો આવી પહોંચ્યા છે.
મહેન્દ્ર ફળદુએ ગઈકાલે સાંજે સવારે સ્ટાફને મોડુ આવવાનું કહ્યું હતું
ઉલ્લેખનીય છે કે, મહેન્દ્ર ફળદુને સંતાનમાં એક જ દીકરો છે જેનું નામ પ્રિયાંક ફળદુ છે.એ પણ પિતાના વ્યવસાયમાં સાથે કામ કરતા હતા અને થોડો સમય પહેલા જ તેમના લગ્ન થયા હતા.ગઇકાલે રાત્રિના મહેન્દ્ર ફળદુએ ઓફિસ સ્ટાફને સવારે ઓફિસ મોડું આવવા માટે સૂચના આપી હતી અને પોતે સવારે 8.30 વાગ્યે ઘરેથી નીકળી સીધા ઓફિસ પહોંચ્યા હતા અને ઓફિસ પહોંચી આત્મહત્યા કરી લીધી હતી.
મહેન્દ્ર ફળદુએ ઓઝોન ગ્રુપ સાથે મળી અમદાવાદ પાસે જમીન ખરીદી હતી
સ્યુસાઇડ નોટરૂપી પ્રેસનોટમાં વધુમાં જણાવ્યું છે કે, રાજકોટ શહેરનાં આગેવાન,સિનિયર એડવોકેટ,બિલ્ડર અને પાટીદાર આગેવાન એવા મહેન્દ્રભાઈ કે. ફળદુએ ‘સંકે ધી બેસ્ટ પુ એ કાપે’ રાજકોટ શહેરનાં બિલ્ડર એમ.એમ. પટેલ (સુરેજા), અમિતભાઈ ચૌહાણ,અતુલભાઈ મહેતા તથા અમદાવાદનાં ઓઝોન ગ્રુપનાં જયેશકુમાર કાન્તિલાલ પટેલ,દીપક મણીલાલ પટેલ,પ્રકાશ ચંદુલાલ પટેલ,પથકુમાર કાન્તિલાલ પટેલ સાથે મળીને અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાનાં ગામ બલદાણામાં આશરે પાંચેક લાખ વાર જગ્યામાં ‘ધ તસ્કની બીચ સિટી’નાં નામનો પોજેક્ટ બનાવી રહ્યા છે.
રકમ પણ વર્ષ 2007માં જ કંપનીમાં જમા કરાવી
આ પોજેક્ટમાં મહેન્દ્ર કેશવલાલ ફળદુએ પોતાનાં નામે, તેમનાં સગા-વ્હાલાનાં નામે આશરે 48000 ચારસ વાર જમીન વર્ષ 2007માં બૂક કરી હતી.તે જ રીતે તેનાં નાના ભાઈ રમેશ કેશવલાલ ફળદુ,શૈલેષ કેશવલાલ ફળદુ,તેનાં કાકા વિનયકાંત ટી. ફળદુ સહિતનાં અન્ય લોકોએ આશરે એક લાખ વાર જગ્યા મહેન્દ્ર ફળદુ મા૨ફતે બૂક કરાવી હતી અને તેનું પેમેન્ટ પણ વર્ષ 2007માં જ કરી આપ્યું છે.આ રકમ આશરે ત્રણ કરોડથી વધારે થાય છે.આ ૨કમ પણ વર્ષ 2007માં જ કંપનીમાં જમા કરાવી હતી.


