અંકલજીના સમોસાએ જીત્યું દિલ, કિંમત જાણીને બધા ચોંકી ગયા

178

અમૃતસર, તા. 03 માર્ચ 2022, ગુરૂવાર : છોલે કુલ્ચે,અમૃતસરી નોન (Amritsari Food),દહી ભલ્લે અને લસ્સીનું નામ સાંભળતા જ મોઢામાં સ્વાદિષ્ટ પંજાબી ફૂડનો સ્વાદ આવી જાય છે.પંજાબી ડિશ ભારત સહીત વિશ્વના અનેક દેશોમાં પ્રસિદ્ધ છે.પંજાબનું અમૃતસર (Amritsar) શહેર સ્વાદિષ્ટ ખાણી-પીણી માટે જાણીતું છે.આ શહેરની દરેક શેરી,ચોક અને બધા ખૂણે ખાવા માટે કંઈક સારું મળી રહે છે. હાલમાં સોશિયલ મીડિયા પર અમૃતસરના એક સમોસાની ચર્ચા થઈ રહી છે.જોકે,સમોસા તો દરેક જગ્યાએ મળે છે પરંતુ આ સમોસા ફેમસ થવાનું કારણ છે તેની કિંમત…

અમૃતસરના એક મહાના સિંહ રોડ પર 75 વર્ષના એક વૃદ્ધ સમોસાની દુકાન ચલાવે છે અને ત્યાં આ સ્વાદિષ્ટ સમોસાની કિંમત માત્ર અઢી રૂપિયા છે.ઈન્સ્ટાગ્રામ પર આ વૃદ્ધ વ્યક્તિના સમોસાનો વીડિયો એક યૂઝરે શેર કર્યો હતો જેને 10 લાખથી વધુ વ્યૂ મળ્યા છે જ્યારે દોઢ લાખ લોકોએ તેને લાઈક કર્યો છે.

આ વીડિયોમાં આ વૃદ્ધ વ્યક્તિને પોતાના હાથથી સમોસા બનાવતા જોઈ શકાય છે.પોતાની નાની દુકાનમાં આ અંકલ પોતે સમોસા બનાવે છે અને લોકોને સ્વાદિષ્ટ ચટણી સાથે સર્વ કરે છે.સોશિયલ મીડિયા પર શેર થયેલા આ વીડિયોને જોઈને કેટલાય યૂઝર્સે કમેન્ટ કરી છે.એક યૂઝરે લખ્યું કે,આજના જમાનામાં માત્ર અઢી રૂપિયામાં સમોસા મળવા એ હેરાન કરનારુ છે.

દરરોજ લોકો આ સ્વાદિષ્ટ સમોસાનો સ્વાદ લેવા માટે લાંબો સમય રાહ જોતા હોય છે.એક યુઝરે લખ્યું કે,અઢી રૂપિયામાં સમોસા માત્ર અમૃતસરમાં જ મળી શકે છે.તમને જણાવી દઈએ કે,આ પહેલા દિલ્હીમાં બાબાના ઢાબાએ સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઈન્સ બનાવી હતી.

Share Now