હવે WhatsApp આપશે કોરોના વાયરસ સાથે જોડાયેલી અફવાઓ…..

297

WHO, યૂનિસેફ , યૂએનડીપી અને ગ્લોબલ ફેક્ટ ચેકિંગ નેટવર્ક પૉઇન્ટર સાથે ટાઇ-અપ કર્યું

મુંબઈ : વૉટ્સએપનો ઉપયોગ ઇન્સ્ટન્ટ મેસેજિંગ માટે થાય છે ત્યારે વૉટ્સએપ હવે કોરોના વાયરસથી જોડાયેલી લેટેસ્ટ જાણકારી પણ આપશે. તેના માટે વૉટ્સએપે ડબલ્યૂએચઓ (WHO), યૂનિસેફ (UNICEF), યૂએનડીપી (UNDP) અને ગ્લોબલ ફેક્ટ ચેકિંગ નેટવર્ક પૉઇન્ટર (Poynter) સાથે ટાઇ-અપ કર્યું છે.તેમાં યુઝર્સને સલાહ આપવામાં આવશે કે કેવી રીતે તમે દૂરથી વર્ક પ્લેસ સાથે જોડાઓ,કેવી રીતે અફવાઓ પર ધ્યાન ન દો અને કેવી રીતે કોરોના વાયરસને લઈને ભરોસાપાત્ર સ્ત્રોતથી જાણકારી એકત્ર કરીએ.ફેસબુકના માલિકી હકવાળા વોટ્સએપે સમગ્ર દુનિયાને જાણકારી ઉપલબ્ધ કરાવી છે. વૉટ્સએપે તેના માટે ઇન્ટરનેશનલ ફેક્ટ ચેકિંગ નેટવર્ક (IFCN)ને 10 લાખ ડૉલર્સ એટલે કે લગભગ 7.5 કરોડ રૂપિયા આપ્યા છે.આ ફંડ કોરોના વાયરસને ફેક્ટ ચેક કરવામાં મદદ કરશે.તેના માટે 45 દેશોમાં લગભગ 100 સ્થાનિક ઑર્ગેનાઇઝેશનનો કન્સોર્ટિયમ બનાવવામાં આવ્યું છે.તેના માટે લોકોને વૉટ્સએપના એડવાન્સ્ડ ફીચર્સની જાણકારી આપવામાં આવશે જેથી કોરોના વાયરસ વિશે ફેલાઈ રહેલી ખોટી જાણકારીને રોકવામાં આવી શકે. આ પગલું વૉટ્સએપે એવા સમયે ઉઠાવ્યું છે જ્યારે કોરોના વાયરસને લઈને સતત ખોટી સૂચનાઓ ફેલાવવામાં આવી રહી છે.ત્યાં સુધી કે અનેક સોર્સથી કોરોના વિશે ફૅક ટ્રીટમેન્ટની પણ જાણકારી આપવામાં આવી રહી છે કે સારાને બદલે નુકસાન વધુ કરી શકે છે.નોંધનીય છે કે,તેની સાથે જ ગૂગલ, ફેસબુક, યૂટ્યૂબ અને ટ્વિટરે પણ કોરોના વિશે ખોટી જાણકારી ફેલાવવાથી બચવાના તમામ પ્રયાસ કર્યા છે.જોકે, વૉટ્સએપ કોરોના વાયરસ હબ હજુ માત્ર વેબ બ્રાઉઝર દ્વારા જ ઉપલબ્ધ છે.તેને વૉટ્સએપે એન્ડ્રોઇડ અને આઇફોનની એપ સાથે ઇન્ટીગ્રેટ નથી કર્યું.

Share Now