રશિયા સાથેની મિત્રતાથી અમેરિકા ભારત ઉપર પ્રતિબંધ લાદી શકે

190

અમદાવાદ, તા. 04 માર્ચ, 2022, શુક્રવાર : ભારત અને રશિયા વચ્ચે ગાઢ સંબંધો છેલ્લા આઠ દાયકાઓથી છે.રશિયા પાસેથી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદ્યા પછી અમેરિકાને આ સંબંધ થી તકલીફ થઈ રહી છે અને યુક્રેન મામલે ભારતે બે વખત યુનોમાં મતદાનમાં ભાગ નહિ લઈ,નિષ્પક્ષ રહેવાનું નક્કી કરતા રાષ્ટ્રપતિ બાયડેન વધારે ગિન્નાયા છે.

અમેરિકન સેનેટમાં વિદેશ મંત્રાલય બાબતોની એક સુનાવણીમાં હાજર થતા, બાયડેન વહીવટી તંત્રે સ્વીકાર્યું છે કે મિસાઈલ ડિફેન્સ સિસ્ટીમની રશિયા પાસેથી ખરીદી માટે અમેરિકા નવી દિલ્હી ઉપર પ્રતિબંધ લાદી શકે છે.આ નિવેદન એશિયાઇ બાબતોના અધિકારી ડોનાલ્ડ લુ એ આપ્યું હતું.

યુક્રેન ઉપર હુમલો કર્યા બાદ રશિયા સાથે રાજદ્વારી,આર્થિક અને વ્યાપારી સમંધો તોડી પાડવા માટે અમેરિકા અને બ્રિટનની આગેવાની વૈશ્વિક ચળવળ શરુ થઇ છે.આ ચળવળમાં આગેવાન દેશો ઉપરાંત, કેનેડા,ફ્રાન્સ,ઓસ્ટ્રેલિયા, યુરોપિયન સંઘ જોડાયેલા છે..ચીન,ભારત અને મેક્સિકો હજી મૌન છે.દરેક દેશોએ રશિયાના ઉદ્યોગો,કંપનીઓ સાથે જોડાણ,રશિયામાં કરેલું રોકાણ,રશિયન બેન્કો સાથેના વ્યવહાર બંધ કરવાની જાહેરાત કરી છે.

અમેરિકા આ યુદ્ધમાં લશ્કરી રીતે નથી જોડાયું પણ રશિયાને આર્થિક રીતે ખતમ કરી,પૂર્વ યુરોપમાં તેના આધિપત્યને તોડી પાડી કબજો જમાવવા પ્રયત્નશીલ છે.બીજુ,રશિયા જેવી મોટી સત્તા નબળી પડે તો અમેરિકાને મોટો ફાયદો થાય.

ગુરુવારે કવાડની બેઠકમાં પણ બાયડેન દ્વારા ભારત ઉપર રશિયનો સાથ જોડી દેવા દબાણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.કવાડની સ્થાપના ચીન સામે બાથ ભીડવા માટે કરવામાં આવી છે,એશીયાઇ બાબતો માટે હોવા છતાં તેમાં રશિયા અને યુરોપ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Share Now