– ગુજરાત રેલવે SOG અને એન.ડી.પી.એસની ટીમનું સફળ ઓપરેશન
– ઉધના રેલવે સ્ટેશન પાસે પોલીસ ટીમ તપાસ કરતા ટ્રેનના ટોઇલેટમાંથી 2.78 લાખનો જથ્થો ઝડપાયો
અમદાવાદ પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનના કોચ ડી/3માંથી પશ્ચિમ રેલવે સુરત અને વડોદરા પોલીસની એસઓજી અને એનડીપીએસની ટીમે 28 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરી તપાસ હાથ ધરી છે.ટ્રેનના ટોઇલેટમાં છુપાવેલા 2.78 લાખની કિંમતના ગાંજાનો જથ્થો ભરેલી 4 બેગ પોલીસને મળી હતી.
પશ્ચિમ રેલવે વડોદરા પોલીસની ટીમના પોલીસ જવાનો ગત બુધવારે શાલીમાર એક્સપ્રેસ ટ્રેનમાં વડોદરાથી નંદુરબાર રેલ્વે સ્ટેશન ગયા હતા. બુધવારે રાત્રે તેઓ ત્યાંથી પુરી અમદાવાદ ટ્રેનમા બેઠા અને ચેકીંગ કરી રહ્યા હતા.ટ્રેન ઉધના રેલ્વે સ્ટેશન પહોંચી તે સમયે ચેકીંગ દરમિયાન પોલીસને ટ્રેનના કોચ ડી/3ના ટોઇલેટમાં છુપાવેલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસ ચેકીંગમાં પકડાઈ જવાના ડરથી આરોપીઓ ગાંજાનો જથ્થો ટ્રેનના ટોઇલેટમાં બિનવારસી છોડી દઈ ફરાર થઇ ગયા હતા.