મોસ્કો, તા. 4. માર્ચ 2022 શુક્રવાર : રશિયા અને યુક્રેન વચ્ચેના જંગમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને કાઢવા માટે પીએમ મોદી અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે વાતચીત થઈ છે.
એ પછી હવે રશિયાએ ભારતીય વિદ્યાર્થીઓને હેમખેમ પાછા લાવવા માટે માસ્ટરપ્લાન્ તૈયાર કર્યો છે.રશિયન ન્યૂઝ એજન્સીએ કહ્યુ હતુ કે, 130 બસો ભારતીય વિદ્યાર્થીઓ અને વિદેશીઓને પાછા લાવવા માટે તૈયાર છે.તમામ નાગરિકોને ખારકીવ તેમજ સુમી વિસ્તારમાંથી રશિયાના બેલગ્રોડ વિસ્તારમાં લાવવામાં આવશે.
દરમિયાન ભારતના 18000 નાગરિકો યુક્રેનમાંથી બહાર આવી ગયા છે.જ્યારે પાંચ હજાર વિદ્યાર્થીઓ ભારત પણ આવી ગયા છે.આજે 3500 જેટલા ભારતીયો ભારત પાછા આવે અને શનિવારે 3900 વિદ્યાર્થીઓ પાછા આવે તેવી શક્યતા છે.


