અમદાવાદ, તા. 04 માર્ચ, 2022, શુક્રવાર : અગાઉ કોરોનાની ત્રીજી લહેરના કારણે મોકૂફ રાખવામાં આવેલા ગુજરાત વાઈબ્રન્ટ સમિટ 2022ને હવે રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી છે.આ વખતે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે સમિટ રદ્દ કરવાની જાહેરાત થઈ છે.અગાઉ જાન્યુઆરી મહિનાના પહેલા સપ્તાહ દરમિયાન વાઈબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.
ગુજરાતમાં ગરમીના સમયે વિદેશી મહેમાનોને રહેવું અનુકૂળ આવે નહીં તેમજ ડિસેમ્બર 2022માં રાજ્ય વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એટલે આ વર્ષે સમિટ શક્ય નહીં લાગતા તેને રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી છે.


