યુક્રેનના પોર્ટ સિટી મારીપોલ ખાતે રશિયાનો શસ્ત્રવિરામ

413

કીવ, તા. 05 માર્ચ, 2022, શનિવાર : યુક્રેનના પોર્ટ સિટી મારીપોલ ખાતે રશિયન દળોએ કબજો જમાવી લીધા બાદ હવે મારી પોલ અને વોલ્નોવાખા શહેર ઉપર ગોળીબાર કરવાનું બંધ કર્યું છે.યુક્રેન પક્ષ વતી આ ઘટનાને સીઝફાયર (શસ્ત્રવિરામ) ગણવામાં આવી રહ્યું છે.અહીં જાણવું જરૂરી છે કે,શિયાળો હોવા છતાં રશિયાએ આ બંને પોર્ટ સિટીના પાણી,વીજળી,ખોરાક અને અન્ય પુરવઠા બંધ કરી દીધા છે.આ શસ્ત્રવિરામ માત્ર શહેરની અંદર ઈજાગ્રસ્ત કે સારવાર હેઠળ લોકોને દવા,ખાવાનું અને અન્ય સામગ્રી પહોંચાડવા પૂરતો જ છે.

Share Now