– કોરોના વાઈરસની આડઅસર
– અનેકસવાલોના જવાબ આપવા સમય માગ્યો હોવાથી 30 માર્ચે ફરી બોલાવાયા
મુંબઈ,
રિલાયન્સ ગુ્રપના ચેરમેન અનિલ અંબાણીએ ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના મુંબીના કાર્યાલયમાં હાજરી આપી હતી. યસ બેન્કના સ્થાપક રાણા કપૂર અને અન્યો સામેના કાળા નાણા ધોળા કરવાના કેસ સંબંધે અંબાણીને સમન્સ બજાવાયા હતા. અંબાણીની અંદાજે નવ કલાક પૂછપરછ કરવામાં આવી હતી.
૬૦ વર્ષના અંબાણી બેલાર્ડ એસ્ટેટ ખાતેની ઈડીની ઓફિસમાં સવારે ૯.૩૦ વાગ્યે આવી ગયા હતા. લગભગ નવ કલાક સુધી પૂછપરછ થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. મોટાભાગના સવાલોના જવાબ અપાવા અંબાણીએ સમય માગ્યો હતો. પોતાને આ સોદાઓ વિશેે કંઈ સ્મરણ નહોવાનું જણાવ્યું હતું. આથી ઈડીએ તેમને ફરી ૩૦ માર્ચે હાજર રહેવાનું ફરમાન આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ ઈડી દ્વારા અપાયેલા સમન્સવખતે અંબાણીએ થોડો સમય માગ્યો હતો અને આરોગ્યનું કારણ આગળ ધર્યું હતું. આથી ઈડીએ તેમને ગુરુવારે અટેલે કે આજે બોલાવ્યા હતા.
અંબાણીની નવ ગુ્રપ કંપનીઓએ યસ બેન્ક પાસેથી રૂ. ૧૨,૮૦૦ કરોડની લોન લીધી હોવાનું કહેવાય છેે. અંબાણી બાદ ઈડી દ્વારા જેને સમન્સ મોકલાવાઈ શકે છે તેમાં એસેલ ગુ્રપ, વોડાફોન-આઈડિયા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસીીસ લિ.,ઓમકાર રિયલ્ટર્સ, દીવાન હાઉસિંગ (ડીએચએફએલ), જેટ એરવેઝ, કોક્સ એન્ડ કિંગ, મેેકલીઓડ રુસેલ અને સીજી પાવર હુહનો સમાવેશ થઈ શકે છે.