નવી દિલ્હી, તા. 07 માર્ચ, 2022, સોમવાર : મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે ખેડૂતોને લડતા પહેલા સવાલો સમજવા કહ્યું છે.તેમણે ખેડૂતોને કહ્યું છે કે,તમે સૌથી પહેલા રાજ બદલો અને પછી એકજૂથ થઈને પોતાની સરકાર બનાવો.મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિક રવિવારે કંડેલા ગામમાં કંડેલા ખાપ અને મજરા ખાપ દ્વારા આયોજિત કિસાન સન્માન સમારોહને સંબોધિત કરી રહ્યા હતા.
તેમણે કહ્યું કે,ખેડૂતો પોતાને શક્તિશાળી બનાવો પરંતુ તે ત્યારે જ શક્ય છે જ્યારે દિલ્હીમાં લાલ કિલ્લા પર પોતાનો ઝંડો લહેરાશે.
ખાપા તરફથી તેમને પાઘડી અને ભાઈચારાની મિસાલ હુક્કો ભેટ કરવામાં આવ્યો હતો.ખાપો દ્વારા આપવામાં આવેલ કિસાન સન્માન રત્ન પ્રાપ્ત કર્યા બાદ તેમણે ખેડૂત આંદોલનમાં જીવ ગુમાવનારા ખેડૂતોને પરત કરી દીધું હતું.તેમણે કહ્યું કે,દિલ્હીમાં ગરમી,ઠંડી અને વરસાદની પરવા કર્યા વિના ખેડૂતો એક વર્ષથી વધુ સમય સુધી આંદોલન ચાલું રાખ્યું હતું.
તેમણે જણાવ્યું કે,ખાપ અમારી તાકાત છે તેથી જ્યારે પણ ખાપાને અમારી જરૂરત પડશે ત્યારે તે તેમનીની સાથે ઊભા રહેશે.તેમણે છોકરીઓને ભણાવવા વિનંતી કરી ઉપરાંત સામૂહિક ભોજન બંધ કરવા અને દહેજ પ્રથાનો અંત લાવવા અપીલ કરી હતી.