આખરે આ જૈવિક હથિયાર શું હોય છે, યુક્રેન પાસે કેટલા બાયોલોજિકલ વેપન છે? જાણો અહીં…

391

નવી દિલ્હી, તા. 12 માર્ચ 2022, શનિવાર : યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલું થયુંને બે અઠવાડિયા કરતા પણ વધારે સમય વીતી ચૂક્યો છે.એક તરફ યુદ્ધ રોકવા માટે તમામ દેશો રશિયા પર પ્રતિબંધો લગાવી રહ્યા છે તો બીજી તરફ આ બંને દેશો વચ્ચે રાજનૈતિક સ્તર પર પણ વાત ચાલું છે.સ્થિતિ સુધરવાને બદલે વણસી રહી હોય તેવું લાગી રહ્યું છે.આલમ એવી થઈ ગઈ છે કે,હવે યુદ્ધમાં બાયોલોજિકલ વેપન્સની પણ વાત થઈ રહી છે.રશિયાએ આરોપ લગાવ્યો છે કે,યુક્રેને અમેરિકાની મદદથી મોટી સંખ્યામાં જૈવિક હથિયાર છે જેનો ઉપયોગ યુક્રેન રશિયાની સામે કરી શકે છે.

આજે અમે તમને જણાવીશું કે,આ જૈવિક હથિયાર શું છે અને તે કોઈપણ યુદ્ધમાં કેટલી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.આપણે એ પણ જાણીશું કે,શું યુક્રેન પાસે ખરેખર જૈવિક શસ્ત્રો છે અને જો તે છે,તો શું તે તેનો ઉપયોગ રશિયા સામે કરશે?

તમને જણાવી દઈએ કે,એવું બની શકે કે,આજે તમે બાયોલોજિક વેપન્સ વિશે પહેલીવાર સાંભળ્યું હશે પરંતુ છેલ્લા ઘણા સમયથી દુનિયાભરમાં જૈવિક હથિયારોનો ઉપયોગ કરવામાં આવે છે અને તેનો એક જૂનો ઈતિહાસ છે.બાયોલોજિકલ હથિયાર એવા હથિયાર હોય છે જેમાં વિસ્ફોટકની જગ્યાએ વાયરસ,બેક્ટેરિયા અને ઝેરીલા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે.

વિસ્ફોટકો કરતાં વધુ ઘાતક હોય છે

જ્યારે પણ બાયોલોજિકલ હથિયારનો પ્રયોગ કરવામાં આવ્યો છે ત્યારે તે વિસ્ફોટકો કરતા પણ ઘાતક સાબિત થયા છે.તેના હુમલાને કારણે,લોકો ગંભીર રૂપથી બીમાર થાય છે.અને અમુક સમયે મોટી સંખ્યામાં મૃત્યુ પણ થાય છે.જૈવિક શસ્ત્રોની અસર ઘણા વર્ષો સુધી રહે છે અને તે શરીર પર ઘાતક અસર કરે છે,કેટલીકવાર લોકો તેમના ક્રોધને કારણે માનસિક રીતે બીમાર પણ થવા લાગે છે.

ચીનનો કોરોના વાયરસ તેનું તાજું ઉદાહરણ છે

જો તમે જૈવિક શસ્ત્રોને વધુ સારી રીતે સમજવા માંગતા હોવ તો તેનું સૌથી તાજેતરનું ઉદાહરણ ચીનનો કોરોનાવાયરસ છે.એવું કહેવાય છે કે,કોરોના વાયરસ ચીને બનાવેલો જૈવિક હથિયાર છે અને તે ચીનની વુહાન લેબમાંથી લીક થયું હતો.કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં લાખો લોકોના મોત થયા છે.આ સિવાય ઉંદરોથી થતો પ્લેગ પણ જૈવિક હથિયારનું ઉદાહરણ છે.

Share Now