નિર્ભયાના દોષિતોને મળેલી સજા બાદ બોલીવુડ અભિનેત્રી ભડકી, કેન્દ્ર સરકારને કરી એવી અપીલ કે…

338

દેશની દીકરી નિર્ભયાને ન્યાય મળ્યો છે.આઠ વર્ષ પછી નિર્ભયાની માતાની આંખોમાં ખુશીના આંસુ જોવા મળ્યાં.દેશભરમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે. જે પણ નિર્ભયાના આંદોલન સાથે જે પણ સંકળાયેલા હતા તેમના માટે આજે બધા માટે ઐતિહાસિક અને સંતોષકારક દિવસ છે.ન્યાય મળ્યો પણ મોડો.ન્યાય જોવા મળ્યો પણ સખત સંઘર્ષ બાદ.જ્યારે હવે બોલીવુડે પણ આ મુદ્દો ઉઠાવ્યો છે.

અભિનેત્રી પ્રીતિ ઝિંટાએ નિર્ભયાના દોષિતોને ફાંસી આપી હોવા અંગે ખુશી વ્યક્ત કરી છે,પરંતુ ન્યાયમાં મોડું થવા હોવાનો રોષ પણ છે.તેણે ટ્વીટ કરીને પોતાનો પ્રતિક્રિયા આપી છે જેમાં તેમનો ગુસ્સો,આક્રોશ સ્પષ્ટપણે અનુભવી શકાય છે.પ્રીતિ ઝિંટાએ ટ્વીટ કર્યું- જો નિર્ભયાના ગુનેગારોને 2012 માં ફાંસી આપવામાં આવી હોત તો મહિલાઓ સામેના ગુનાઓમાં ઘટાડો થયો હોત. લોકો કાયદાથી ડરી જતા.હવે સમય આવી ગયો છે કે ભારત સરકારે આ દિશામાં કેટલાક મજબૂત પગલા ભરવા જોઈએ.પ્રીતિ ઝિંટાને એ વાતન ખુશી છે કે આઠ વર્ષ પછી પણ નિર્ભયાને ન્યાય મળ્યો છે.તેણએ પોતાના ટ્વિટમાં લખ્યું છે- નિર્ભયાને વહેલા ન્યાય મળ્યો હોત તો સારું હોત, પણ હું ખુશ છું.હવે નિર્ભયા અને તેની માતાને શાંતિ મળી છે.તમને જણાવી દઈએ કે,અભિનેતા રિતેશ દેશમુખે પણ કંઈક આવી જ પ્રતિક્રિયા આપી છે. તેણે એક તરફ ફાંસી અપાઇ હોવા અંગે ખુશી વ્યક્ત કરી હતી અને બીજી બાજુ કડક કાયદાની હિમાયત કરી હતી.તેણે ટ્વિટ કરીને પોતાના મંતવ્યો આપ્યા છે – રિતેશ લખ્યું છે – કડક કાયદો, કડક સજા અને ન્યાયતંત્રનો ઝડપી નિર્ણય લેવો જરૂરી છે કારણ કે ત્યારે જ તેવા રાક્ષસોમાં ડર રહેશે.ઉલ્લેખનીય છે કે દેશના સૌથી મોટા મામલામાં સૌથી મોટો ન્યાય જોવા મળ્યો છે. નિર્ભયાના ગુનેગારોને ફાંસી આપી દેવામાં આવી છે.આજે સવારે 5.30 વાગ્યે તિહાડ જેલમાં તેમણે ફાંસી આપવામાં આવી.

Share Now