કીવ, તા. 14 માર્ચ 2022, સોમવાર : યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભાગી રહેલી મહિલાઓ અને બાળકો માનવ તસ્કરીનો શિકાર બની રહ્યા છે.યુક્રેનને અડીને આવેલા પોલેન્ડ,રોમાનિયા,મોલ્ડોવા,હંગેરી અને સ્લોવાકિયા ખાતે બનાવાયેલા રેફ્યુજી કેમ્પમાં માનવ તસ્કરો મોટા પાયે સક્રિય થયા છે.તેઓ આ શરણાર્થી મહિલાઓ અને બાળકોને ફસાવી રહ્યા છે.આવી મહિલાઓ અને બાળકોનું શારીરિક શોષણ પણ થઈ રહ્યું છે.યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશન ફોર રેફ્યુજી (UNHCR) એ જણાવ્યું કે,મોટાભાગના શરણાર્થીઓ મહિલાઓ અને બાળકો છે.તમારે માત્ર તેમની દાણચોરી જ નહીં પરંતુ અન્ય શોષણની પણ કાળજી લેવી પડશે.
સરહદ પર હજારો લોકો મદદ માટે ઉભા છે:
રોમાનિયા,પોલેન્ડ,હંગેરી, મોલ્ડોવા અને સ્લોવાકિયા ખાતે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને સ્વયંસેવકો શરણાર્થીઓની સેવા માટે એકત્ર થઈ રહ્યા છે.
માનવ તસ્કરો દ્વારા શોષણઃ
– પીડિત મહિલાઓને રેડલાઈટ વિસ્તારોમાં બળજબરીથી વેશ્યાવૃત્તિ કરાવવામાં આવે છે.
– ગેરકાયદેસર ખાણોમાં બોન્ડેડ મજૂરી કરાવાય છે.
– તેમનું ઘરેલું મદદનીશ તરીકે વેચાણ કરવામાં આવે છે.
– તેમના શરીરના અંગોનું વેચાણ કરવામાં આવે છે.
– તેમને ભીખ માગવા માટે મજબૂર કરવામાં આવે છે.
– બળજબરીપૂર્વર ગુનાહીત પ્રવૃત્તિઓમાં ધકેલવામાં આવે છે.
2.5 મિલિયન શરણાર્થીઓમાંથી 10 લાખથી વધુ બાળકો
યુક્રેનથી 2.5 મિલિયનથી પણ વધુ લોકો અન્ય દેશોમાં ભાગી ગયા છે.તેમાંથી 10 લાખથી વધુ બાળકો છે.આ પરિસ્થિતી મધ્યે યુરોપમાં માનવતાવાદી કટોકટી સર્જાઈ છે અને બીજા વિશ્વયુદ્ધ પછીનું સૌથી ઝડપી વિસ્થાપન છે.