નવી દિલ્હી, તા. 14 માર્ચ 2022, સોમવાર : ઉત્તરાખંડ માં વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપ હવે નવા સીએમની શોધમાં છે.એવામાં નવા મુખ્યમંત્રીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં આ અંગે વિવિધ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે.જોકે,હવે આ મામલે ઉત્તરાખંના બીજેપી અધ્યક્ષના નિવેદને વિરામ આપી દીધો છે.પ્રદેશ બીજેપી અધ્યક્ષ મદન કૌશિકે જણાવ્યું કે, ઉત્તરાખંડના નવા સીએમનું નામ 20 માર્ચ સુધીમાં નક્કી કરવામાં આવશે.તમને જણાવી દઈએ કે,સૂત્રોના જણાવ્યા પ્રમાણે BJP નેતૃત્વ હોળી પછી આગામી સીએમની જાહેરાત કરશે જે બાદ 19મી માર્ચે ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવશે જેમાં નવા સીએમના નામ પર સત્તાવાર રીતે મહોર લગાવવામાં આવશે.
હકીકતમાં પ્રદેશમાં બીજેપીને બહુમત મળ્યા બાદ પણ સીએમને લઈને વિવિધ અટકળો લગાવવામાં આવી છે. આનું કારણ એ છે કે,રાજ્યના સીએમ પુષ્કર સિંહ ધામી તેમની ખટીમા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા ત્યારબાદ બાદ હવે તેમને બીજીવાર સીએમ બનાવવાને લઈને પાર્ટી દ્વારા હજુ સુધી કંઈ સ્પષ્ટ કરવામાં નથી આવ્યું.જેના કારણે હવે અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.આ દરમિયાન ઉત્તરાખંડ બીજેપી અધ્યક્ષ મદન કૌશિકે આ તમામ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.તેમણે જણાવ્યું કે,રાજ્યના નવા સીએમનું નામ 20 માર્ચ સુધીમાં નક્કી કરવામાં આવશે.ભાજપના સંગઠન દ્વારા નવા ચૂંટાયેલા ધારાસભ્યોને હોળી પછી દેહરાદૂનમાં રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.