નવી દિલ્હી, તા. 15 માર્ચ 2022 મંગળવાર : પાંચ રાજ્યોમાં કારમી હાર,નેતૃત્વ પરિવર્તનની માગ,કોંગ્રેસમાંથી નેતાઓનુ પલાયન સહિત આવા અનેક મુદ્દા છે,જેના પર કોંગ્રેસના જૂના નેતાઓનુ દર્દ છલકાઈ રહ્યુ છે.લગભગ 130 વર્ષના ઈતિહાસમાં કોંગ્રેસનુ કદાચ અત્યાર કરતા વધુ પતન ક્યારેય થયુ નથી.આ પતનથી કોંગ્રેસના જૂના નેતાઓ અત્યંત ચિંતિત અને નેતૃત્વમાં પરિવર્તનની માગણી કરી રહ્યા છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા કપિલ સિબ્બલ પણ આમાં સામેલ છે.ગ્રૂપ 23ના નેતાઓમાં કપિલ સિબ્બલ એવા પહેલા નેતા છે જેમણે સોનિયા ગાંધીને રાજીનામું આપવા માટે ખુલ્લેઆમ અપીલ કરી છે.તેમણે કહ્યું કે હવે ગાંધી પરિવારે કોંગ્રેસની નેતાગીરીનો ભાર છોડીને કોઈ અન્ય નેતાને જવાબદારી સોંપવી જોઈએ.
કપિલ સિબ્બલે કહ્યું કે પાર્ટીનું નેતૃત્વ કોયલની ભૂમિ છે. 8 વર્ષથી પક્ષના સતત પતન છતાં પણ જો તેઓ સજાગ ન હોય તો તે કોંગ્રેસ માટે કમનસીબ છે.
ઉલ્લેખનીય છે કે, 2020માં કોંગ્રેસમાં સુધારાની માગ સાથે 23 નેતાઓનું જૂથ બનાવવામાં આવ્યું હતું.હવે આ જૂથના નેતાઓ ખુલ્લેઆમ નેતૃત્વ પર સવાલો ઉઠાવી રહ્યા છે.આ તમામ મુદ્દાઓ પર કોંગ્રેસના સૌથી ઊંચા નેતાઓમાંના એક કપિલ સિબ્બલનુ દર્દ છલકાયુ છે.જોકે તેમની વાત સાંભળનાર કોઈ નથી.