દેશમાં કોરોનાના નવા 2568 કેસો એક્ટિવ કેસો ઘટીને 33,917

144

– વધુ 97નાં મોત સાથે મૃત્યુઆંક 5,15,974 આજથી 12થી 14 વર્ષના બાળકોને કોર્બેવેક્સ કોરોના વેક્સિન અપાશે : 28 દિવસના અંતરમાં બે ડોઝ આપવામાં આવશે

નવી દિલ્હી : દેશમાં કોરોનાના નવા 2568 કેસો સામે આવતા દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 4,29,96,062 થઇ ગઇ છે.જ્યારે બીજી તરફ દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 33,917 થઇ ગઇ છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.છેલ્લા 24 કલાકમાં વધુ 97 લોકોના મોત નોંધાતા દેશમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને 5,15,974 થઇ ગયો છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક્ટિવ કેસોમાં 2251નો ઘટાડો થયો હતો.આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દૈનિક પોઝિટીવ રેટ 0.37 ટકા જ્યારે સાપ્તાહિક પોઝિટીવ રેટ 0.46 ટકા નોંધવામાં આવ્યો છે.આ સાથે દેશમાં કોરોના વેક્સિનના અપાયેલા ડોઝની સંખ્યા 180.40 કરોડ થઇ ગઇ છે.છેલ્લા 24 કલાકમાં નોંધવામાં આવેલા 97 મોત પૈકી 78 મોત કેરળમાં ં નોૅંધવામાં આવ્યા છે.

દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 5,15,974 લોકોના મોત થયા છે.જે પૈકી 1,43,753 મોત મહારાષ્ટ્રમાં, 66,886 મોત કેરળમાં ,40,022 મોત કર્ણાટકમાં, 38,024 મોત તમિલનાડુમાં થયા છે. દિલ્હીમાં 26,141, ઉત્તર પ્રદેશમાં 23,492 અને પશ્ચિમ બંગાળમાં 21,188 લોકોનાં મોત થયા છે.આવતીકાલથી 12 થી 14 વર્ષના બાળકોને કોરોના વેક્સિન આપવામાં આવશે.

આ વયના બાળકોને કોરોના વેક્સિન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ગાઇડલાઇન જારી કરવામાં આવી છે. 12 થી 14 વર્ષના બાળકોને ફક્ત કોર્બેવેક્સ વેક્સિન આપવામાં આવશે. 28 દિવસના અંતરમાં આ વેક્સિનના બે ડોઝ આપવામાં આવશે.આ માટે વેક્સિન સેન્ટરોને 12 થી 14 વર્ષના બાળકોને કોરોનાની વેક્સિન આપવા માટે વિશેષ સેશનનું આયોજન કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

Share Now