નવી દિલ્હી, તા. ૧૫ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ અંગે સવાલ ઉઠાવનારા લોકોની ઝાટકણી કાઢી છે.ભાજપના સંસદીય પક્ષની બેઠકને સંબોધન કરતાં મંગળવારે વડાપ્રધાન મોદીએ કહ્યું કે વર્ષોથી દબાયેલું સત્ય બહાર આવી ગયું છે, તેથી કેટલાક લોકો ગભરાઈ ગયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ૫-૬ દિવસથી અમે જોઈ રહ્યા છીે કે આવા લોકો પરેશાન થઈ ગયા છે અને ફિલ્મની ટીકા કરી રહ્યા છે.તેના પર કોઈ ચર્ચા નથી કરી રહ્યું,પરંતુ તેના વિરોધી થઈ ગયા છે. તેમણે કહ્યું કે કોઈને ફિલ્મ સામે વાંધો હોય તો બીજી બનાવી લે,પરંતુ તેને રોકવી કોઈ સમજદારી નથી.જોકે,સમાજનો એક વર્ગ આ ફિલ્મની ટીકા કરતા તેને એજન્ડા ફિલ્મ ગણાવી રહ્યો છે.
ભાજપ સાંસદોને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું,જે લોકો હંમેશા અભિવ્યક્તિની આઝાદીના ઝંડા લઈને ફરે છે,તે લોકો છેલ્લા ૫-૬ દિવસથી એકદમ ગભરાઈ ગયા છે.આ ફિલ્મની તથ્યોના આધારે સમીક્ષા કરવાના બદલે તેને બદનામ કરવા લાગ્યા છે.આ ફિલ્મ વિરુદ્ધ એક આખી ઈકોસિસ્ટમ ઊભી થઈ ગઈ છે.મારો વિષય ફિલ્મ નથી, પરંતુ જે સત્ય છે,તને સામે લાવવું દેશના હિતમાં છે.તેમને એ બાબતે વાંધો છે કે જે સત્યને આટલા વર્ષોથી દબાઈને રાખ્યું હતું, તે બહાર કેવી રીતે આવી શકે છે.એવામાં સત્ય માટે ઊભા થનારા લોકો સામે જવાબદારી છે કે તેઓ આ ઈકો સિસ્ટમનો સામનો કરે.ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મમાં કાશ્મીર ખીણમાં ૧૯૯૦ના દાયકામાં કાશ્મીરી પંડિતોના નરસંહારનું ચિત્રણ કરાયું છે.આ નરસંહારના પગલે લાખો કાશ્મીરી પંડિતોએ કાશ્મીર ખીણમાંથી પલાયન કરવું પડયું હતું.
વર્ષોથી દબાયેલું સત્ય બહાર આવતાં અનેક લોકો પરેશાન : પીએમ મોદી
Leave a Comment