સુરત તા 20 માર્ચ 2020 શુક્રવાર
સુરત શહેરમાં એક કેસ પોઝિટિવ વાગ્યા પછી ખૂબ જ ઝડપથી ફેર સખતાઈ ભર્યા પગલાઓનો અમલ થઈ રહ્યો છે. શોપિંગ મોલ, કોમ્પ્લેક્સ અને અઠવાડિક બજારોને બંધ રાખવાની સૂચના બાદ શહેરના મુખ્ય કાપડ માર્કેટને દસ દિવસ માટે બંધ રાખવાના આદેશ પ્રશાસન તરફથી કરવામાં આવ્યો છે.મહારાષ્ટ્રમાં પુણા, નાગપુર અને મુંબઈ જેવા મોટા શહેરોમાં મુખ્ય બજારો અને દુકાનો બંધ કરાવવામાં આવી રહી હોવાના અહેવાલ બાદ વેપારીઓમાં કાપડ બજાર બંધ રહેશે કે કેમ એ બાબતે આજે વહેલી સવારથી ચર્ચાઓ ચાલતી હતી, જેમાં બપોર પછી આ આદેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
સુરત શહેરની કાપડ માર્કેટ શનિવારથી 10 દિવસ માટે બંધ રાખવાનો ઑડર આપવામાં આવ્યો છે. આમ તો જોકે માર્કેટ ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવે એવી વેપારીઓમાં ચર્ચાઓ ચાલતી હતી પરંતુ હવે 10 દિવસ માટે માર્કેટ બંધ કરી દેવામાં આવી છે.