નવી દિલ્હી : બોલીવુડની મશહૂર ગાયિકા કનિકા કપૂર બની મોતનો ગોળો બની છે તેની પાર્ટીમાં હાજરી આપી આવેલ રાજસ્થાન પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને તેમના સાંસદ પુત્ર દુષ્યંત સિંહના સંપર્કમાં આવેલા 96 સાંસદો ભયભીત બન્યા છે આ બંને ભલે સેલ્ફ આઇસોલેશનમાં ચાલ્યા ગયા હોય પરંતુ તેમના સંપર્કમાં આવેલ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના 96 સાંસદો ભારે પરેશાન અને ભયભીત છે દુષ્યંતસિંહ બે દિવસ પહેલા રાષ્ટ્રપતિ સાથે બ્રેકફાસ્ટ પણ લઇ ચુક્યા છે,18 માર્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના સાંસદોને બ્રેકફાસ્ટ પર બોલાવ્યા હતા તેમાં 96 સાંસદો જોડાયેલ. કોરોના વાયરસથી સંક્રમિત સિંગર કનિકા કપૂરને મળનાર અને તેની સાથે પાર્ટીમાં સામેલ થનારા ઘણાં લોકો પર વાયરસથી સંક્રમિત થવાનો ખતરો મંડરાઈ રહ્યો છે.કનિકાને મળનારાઓમાં ઘણાં રાજનેતાઓનું નામ પણ સામેલ છે. ઘણાં રાજનેતાઓએ પોતાને આઈસોલેટ કરવાની અન કોરોના વાયરસની ટેસ્ટ કરવાની જાણકારી શેર કરી છે. જેમાં કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ, ઉત્તર પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી જય પ્રતાપ સિંહ, રાજસ્થાનની પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને તેમનો સાંસદ દીકરો દુષ્યંત સિંહ સહિત અન્ય નેતાઓ સામેલ છે.
કોવિડ-19થી ગ્રસ્ત સિંગર કનિકા કપૂરની પાર્ટીમાં સામેલ થયા બાદ ઉત્તર પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી જય પ્રતાપ સિંહે કોરોના વાયરસને લઈને ટેસ્ટ કરાવ્યું જ્યારે શુક્રવારે તેમની મુલાકાત લેનારા ભાજપાના ત્રણ ધારાસભ્યોએ પોતાને આઈસોલેટ કરી લીધા છે.
ભાજપા સાંસદ દુષ્યંત સિંહ કોરોના પીડિત સિંગર કનિકા કપૂરની સાથે એક પાર્ટીમાં સામેલ થયા હતા. ત્યાર બાદ તેઓ ઘણાં સાંસદોને મળ્યા હતા. એટલું જ નહીં તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જોડે નાસ્તો પણ કર્યો હતો. તે દરમિયાન રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના સાંસદ હતા.
દુષ્યંત સિંહને મળ્યા બાદ TMC સાંસદ ડેરેક ઓ બ્રાયને પોતાને આઈસોલેટ કરી લીધા છે. તેમણે કહ્યું કે, બે દિવસ પહેલા તેઓ દુષ્યંત સિંહ સાથે બેઠા હતા. AAP સાંસદ સંજય સિંહ, કોંગ્રેસ નેતા દીપેન્દ્ર હુડ્ડા અને જિનિન પ્રસાદે પણ પોતાને સેલ્ફ આઈસોલેશન કરી લીધા છે. તેની વચ્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમની બધી અપોઈંટમેન્ટ રદ્દ કરી લીધી છે.
પોતાને સેલ્ફ આઈસોલેશનમાં રાખનારા નેતાઓઃ
કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ
ઉત્તર પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી જય પ્રતાપ સિંહ
રાજસ્થાનના પૂર્વ CM વસુંધરા રાજે અને તેમનો સાંસદ દીકરો દુષ્ચંત સિંહ
ભાજપા ધારાસભ્ય અને રક્ષા મંત્રી રાજનાથ સિંહનો દીકરો પંકજ સિંહ
જેવરના ધારાસભ્ય ધીરેન્દ્ર સિંહ
દાદરીના ધારાસભ્ય તેજ પાલ
AAP સાંસદ સંજય સિંહ
કોંગ્રેસ નેતા દીપેન્દ્ર હુડ્ડા અને જિતિન પ્રસાદ