પતિ દ્વારા પત્નીની સંમતિ વગર કરાયેલ જાતીય હુમલાને બળાત્કાર ગણવો જોઇએ

349

બેંગલુરૂ, તા. 23 માર્ચ : મેરિટલ રેપ પર કર્ણાટક હાઇકોર્ટે ઉગ્ર ટિપ્પણી કરતા જણાવ્યું છે કે લગ્ન ક્રૂરતાનું લાયસન્સ નથી.હાઇકોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું છે કે અમારા મતે લગ્ન જેવી સંસ્થા સમાજમાં કોઇ પણ પુરુષને વિશેષાધિકાર આપતી નથી.લગ્નથી એ અધિકાર પણ મળી જતો નથી કે અએક મહિલાની સાથે પ્રાણીઓની જેમ ક્રૂર વ્યવહાર કરવામાં આવે.જો આ બાબત એક પુરુષ માટે દંડનીય છે તો મહિલાના પતિ માટે પણ દંડનીય હોવી જોઇએ.

કર્ણાટક હાઇકોર્ટે પોતાના ઐતિહાસિક ચુકાદામાં પત્નીને સેક્સ સ્લેવ(દાસી) બનવા માટે મજબૂર કરનારા આરોપી પતિની વિરુદ્ધ બળાત્કારના આરોપ ઘડવાની મંજૂરી આપી દીધી છે.

આદેશમાં જણાવવામાં આવ્યું છે કે પતિ પોતાના કોઇ પણ કાર્ય માટે લગ્ન જેવી સંસ્થા દ્વારા સંરક્ષિત હોવાની દલીલને કોઇ વિશેષ પુરુષને વિશેષાધિકાર અથવા ક્રૂર પ્રાણીને મુક્ત કરવા માટે લાયસન્સ પ્રદાન કરવા માટે ગણવામાં આવશે નહીં.

પતિ દ્વારા પત્ની પર આ પ્રકારના જાતીય હુમલાનું ગંભીર પરિણામ આવશે.આ પ્રકારના હુમલાઓની મનોવૈજ્ઞાાનિક અને શારીરિક અસર થાય છે.પતિના આવા કૃત્યોથી પત્નીમાં ડર પેદા થાય છે.

કોર્ટે જણાવ્યું છે કે પતિ દ્વારા પત્નીની સંમતિ વગર કરાયેલા જાતીય હુમલાને બળાત્કાર તરીકે જ ગણવા જોઇએ.ઉલ્લેખનીય છે કે પત્નીની સંમતિ વગર બળજબરીપૂર્વક સેક્સ સંબધ બનાવવાને મેરિટલ રેપ તરીકે ઓળખવામાં આવે છે.

મેરિટલ રેપને પત્નીની વિરુદ્ધ એક પ્રકારની ઘરેલુ હિંસાની શ્રેણીમાં ગણવામાં આવે છે.વર્ષોેના અભિયાન પછી પણ ભારતમાં મેરિટલ રેપ ક્રિમિનલ અફેર્સ નથી.

Share Now