બોલિવુડની જાણીતી સિંગર કનિકા કપૂરમાં કોરોના વાયરસની પુષ્ટિ થતા હાહાકાર મચી ગયો છે. લખનઉના આઇસોલેશન વોર્ડમાં તેના આખા પરિવારને દાખલ કરાયો છે. આરોપ છે કે 9મી માર્ચના રોજ લંડનથી ભારત આવેલ કનિકા કપૂર એરપોર્ટ પર અધિકારીઓને ચકમો આપીને બહાર નીકળી ગઇ હતી. જો કે કનિકા કપૂરે આરોપોને નકારી દીધા છે. તેમનું કહેવું છે કે સ્ક્રીનિંગ થયું હતું પરંતુ આઇસોલેશનમાં રહેવાની સલાહ આપી હતી. પરંતુ કોરોના પર બેદરકારી વર્તનાર કનિકા સામે નોંધાયેલ એફઆઇઆરમાં મોટા ખુલાસા થયા છે. એફઆઇઆરમાં જણાવ્યું છે કે કનિકા કપૂરને પોતે કોરોના પીડિત છે તેની માહિતી હતી. તો લખનઉના પોલીસ કમિશ્નર સુજીત પાંડએ કહ્યું કે કનિકા કપૂરની વિરૂદ્ધ સીએમઓમાંથી આવેલા રિપોર્ટમાં આવવાની તારીખ 14મી માર્ચ લખી છે જ્યારે તે 11મી માર્ચના રોજ આવી હતી. તપાસ દરમ્યાન પોલીસ આ વસ્તુને યોગ્ય કરી દેશે.
કનિકા કપૂર કોરોના પોઝિટિવ આવ્યા બાદ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને તેમનો સાંસદ દીકરો દુષ્યંત સિંહ ભલે સેલ્ફ આઇસોલેશનમાં જતા રહ્યા છે પરંતુ આ સમચારથી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના 96 સાંસદ પરેશાન થઇ ગયા છે. આ એ સાંસદ છે જેમની સાથે બે દિવસ પહેલાં રાષ્ટ્રપતિ ભવનમાં દુષ્યંત સિંહ બ્રેક ફાસ્ટ કરી ચૂકયા છે. દુષ્યંત સિંહના સંપર્કમાં આવનાર સાંસદ આઇસોલેશનમાં જતા રહ્યા છે. મિર્ઝાપુરના સાંસદ અનુપ્રિયા પટેલે તેની શરૂઆત કરી દીધી છે.જો કે 18મી માર્ચના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના સાંસદોને બ્રેકફાસ્ટ માટે બોલાવ્યા હતા. તેમાં કુલ 96 સાંસદોએ ભાગ લીધો હતો. ઝાલવાડ-બારાંથી સાંસદ દુષ્યંત સિંહ પણ આ પાર્ટીમાં પહોંચ્યા હતા અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની હાજરીમાં આ પાર્ટીમાં તમામ સાંસદોની સાથે મેલમિલાપમાં સામેલ રહ્યા. તેના ઠીક બે દિવસ પહેલાં જ 16મી માર્ચના રોજ દુષ્યંત સિંહ લખનઉમાં કનિકા કપૂરની પાર્ટીમાં સામેલ થઇને પાછા આવ્યા હતા.
શુક્રવારના રોજ જેવા કનિકા કપૂરના કોરોના પોઝિટિવ થયાના સમાચાર આવ્યા વસુંધરા રાજે અને તેમના દીકરા દુષ્યંત સિંહે સેલ્ફ આઇસોલેશનમાં જવાની જાહેરાત કરી. આ સમાચાર બાદ રાષ્ટ્રપતિ ભવનની બ્રેકફાસ્ટ પાર્ટીમાં ભાગ લેનાર બીજા સાંસદ પણ ડરી ગયા. બ્રેકફાસ્ટમાં સામેલ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મિર્ઝાપુર સાંસદ અનુપ્રિયા પટેલે પણ સેલ્ફ આઇસોલેશનમાં જવાની વાત કહી છે.રાષ્ટ્રપતિ ભવનમાં થયેલીઆ પાર્ટીમાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, જનરલ વીકે સિંહ, ગજેન્દ્ર શેખાવત, અર્જુન રામમેઘવાલ, કૈલાસ ચૌધરી, સાધ્વી નિરંજન જ્યોતિ, સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડ, વિજય ગોયેલ, ઓમ માથુર, રવિ કિશન, હેમામાલિની, રીટા બહુગુણા જોશી, સાક્ષી મહારાજ જેવા મુખ્ય ચહેરાઓએ ભાગ લીધો હતો.
સૂત્રોનું કહેવું છે કે દુષ્યંતની સાથે બ્રકેફાસ્ટમાં ભાગ લેનાર લંડનથી પરત આવી 15મી માર્ચના રોજ લખનઉ આવી કનિકા કપૂરે એ દિવસે ગેલેંટ એપાર્ટમેન્ટમાં એક હાઇ પ્રોફાઇલ પાર્ટી આપી હતી, જેમાં કેટલાંય નેતાઓની સાથે ઓફિસરોએ પણ ભાગ લીધો હતો. કનિકા કપૂરે લખનઉની એક ફાઇવ સ્ટાર હોટલ સહિત બે બીજા સ્થાનો પર પણ પાર્ટી આયોજીત કરી હતી. તેઓ કાનપુરમાં પણ પોતાના એક સંબંધીના ઘરે ગયા હતાબીજા સાંસદોમાં પણ હડકંપ મચી ગયો છે. મોટાભાગના કોરોનાની તપાસ કરાવા અને સેલ્ફ આઇસોલેશનમાં જવાની તૈયારી કરી રહ્યા છે.કનિકા કપૂરનો કોરોના પોઝિટીવ આવ્યા બાદ વસુંધરા રાજે એ ટ્વીટ કરી કે થોડાંક દિવસ પહેલાં જ દુષ્યંત અને તેના સાસરીવાળાઓની સાથે અમે લખનઉમાં એક ડિનર પર ગયા હતા. કનિકા કપૂર જો કે સંક્રમિત દેખાઇ તે પણ આ ડિનરમાં અતિથિ તરીકે હાજર હતી. સાવધાની રાખવા હું અને દુષ્યંત સેલ્ફ-આઇસોલેશનમાં છીએ અને અમે તમામ જરૂરી નિર્દેશોનું પાલન કરી રહ્યા છીએ.