આતંકવાદી હુમલાનું મહારાષ્ટ્રના બુલઢાણા કનેક્શન એનઆઈએનો છાપો

409

મુંબઈ : જાસૂસીની શંકાથી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની ટીમે મહારાષ્ટ્રની બુલઢાણા અને ગુજરાતમાં વિવિધ સ્થળે છાપો માર્યો હતો.ટેરરિસ્ટ એટેક કરવા સંવેદનશીલ માહિતી મેળવવા પ્રકરણે આ કાર્યવાહી કરવામાં આવી હતી.પાકિસ્તાની જાસૂસી આ કાવતરામાં સામેલ હોવાની શંકા છે.

આ મામલામાં એનઆઈએના અધિકારીએ જાન્યુઆરી, ૨૦૨૦ના આંધ્રપ્રદેશમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.આ પ્રકરણે બુલઢાણા અને ગુજરાતના ગોધરામાં ચાર સ્થળે છાપો મારવામાં આવ્યો હતો. દરમિયાન શંકાસ્પદ સિમકાર્ડ,દસ્તાવેજો,અન્ય ડિજીટલ સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.ભારતમાં આતંકવાદી હુમલો કરવા પાકિસ્તાની જાસૂસે મુંબઈ,વિશાખાપટ્ટનમ,ગોવા આરોપી સાથે કવતરું ઘડયું હોવાનું તપાસમાં માલૂમ પડયું હતું.

એક મરાઠી દૈનિકના અહેવાલ મુજબ ગેરકાયદે ભારતીય સિમકાર્ડ મેળવી એના દ્વારા પાકિસ્તાનમાં તેમના સાથીદારોએ વ્હોટઍપ શરૃ કર્યું હતું.એના માધ્યમથી સંવેદનશીલ માહિતી આપવામાં આવી હોવાનું કહેવાય છે.

Share Now