રશિયા પોલેન્ડ ઉપર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે : કીવના રાજદૂત

401

– યુક્રેનના રાજદૂતે વોર્સો સ્થિત રશિયન દૂતાવાસમાંથી ધૂમાડો નીકળતો જોયો આવો ધૂમાડો (કાગળ બાળવાનો) કીવ સ્થિત દૂતાવાસમાં આક્રમણ પૂર્વે દેખાયો હતો

વોર્સો : રશિયા,પોલેન્ડ કે અન્ય યુરોપીય યુનિયનના દેશ ઉપર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે,જે હુમલો ટૂંક સમયમાં જ થઈ શકે તેમ છે.તેમ વોર્સો સ્થિત યુક્રેનના રાજદૂત આંદ્રી દેશચિત્શીયાએ જણાવ્યું હતું.

આ અંગે ‘યુરોપીયન પ્રવદા’ વધુમાં જણાવે છે કે યુક્રેન ઉપર હુમલો કરતાં પહેલાં કીવ સ્થિત રશિયન દૂતાવાસમાંથી પણ આવો ધૂમાડો (કાગળ બાળવાનો) જોવા મળ્યો હતો.

હવે તે સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ આ શા માટે કરી રહ્યા છે.જો તેમાં કોઈ એવી માહિતી કે દસ્તાવેજો હોય,કે જે પોલેન્ડ માટે નુકસાનકર્તા ન હોય,તો તેને તેઓ બાળે જ નહીં તેઓને દૂતાવાસ છોડી દેવું પડે તેમ હોય તો પણ તે કાગળો બાળે જ નહીં.(તે માટે વખત પણ બગાડે નહીં).પરંતુ તે દસ્તાવેજો કે જૂની નોંધો (આર્કાઇવ્ઝ)માં એવી નોંધો હોય કે જે પોલેન્ડ વિરુદ્ધની હોય તો તે દૂતાવાસ છોડતાં પહેલાં સળગાવી જ દેવી પડે.

આ ઘણા ગંભીર આક્ષેપો છે,જેનો પછીથી રશિયા વિરુદ્ધ ઈન્ટરનેશનલ ક્રીમીનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ઉપયોગ થઈ શકે તેમ છે.

યુક્રેનના રાજદૂતનું આ અંગે માનવું છે કે,રશિયા હવે ‘શસ્ત્ર-પ્રયોગ’ માટે બહાનું શોધે છે.તેમણે વધુમાં કહ્યું કે યુક્રેન ઉપર આક્રમણ કરવા માટે પણ રશિયાને કોઈ બહાનું જોઈતું હતું.પરંતુ પોલેન્ડ જે યુરોપીય-સંઘ અને નાટોનું પણ સભ્ય છે.તેની ઉપર આક્રમણ કરવા માટે વધુ ગંભીરતાપૂર્વકની તૈયારીઓ તેણે કરવી પડે તેમ છે.આ માટે રશિયાએ તેવી દલીલો ગંભીરતાપૂર્વક રજૂ કરવી પડશે કે તે પોલેન્ડની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ શા માટે કરવા માગે છે અને તેની ઉપર આક્રમણ પણ શા માટે કરવા માગે છે.

કીવના વોર્સો સ્થિત રાજદૂત આંદ્રી દેશ ચિત્સિયાએ કહ્યું હતું કે પોલેન્ડ સ્થિત રશિયન દૂતાવાસનાં મકાનને કરાયેલું નુકસાન આવું એક કારણ બની શકે.

આ માહિતી આપતાં યુરોપીયન પ્રવદા દેશચિત્સિયાને ટાંકતાં જણાવે છે કે,આ બહાનાં નીચે રશિયા,તેનાં સ્પેટઝનાઝ (સ્પેશ્યલ ફોર્સીઝ)ને પોલેન્ડ પર ધક્કેલી શકે તેમ છે.તે ઉપરાંત,કોઈ રશિયન સોલ્જર માર્યો ગયો છે તેવું પણ બહાનું દર્શાવી તે (રશિયા) તેનાં સૈન્યને પોલેન્ડ પર છોડી મૂકી શકે.

Share Now