બંગાળ વિધાનસભામાં થઈ મારપીટ, BJPએ જાહેર કર્યો વીડિયો

385

કોલકાતા, તા. 28 માર્ચ 2022, સોમવાર : બંગાળ વિધાનસભામાં ભાજપ અને TMCના ધારાસભ્યો વચ્ચે મારપીટની ઘટના સામે આવી છે.ભાજપના ધારાસભ્ય મનોજ તિગ્ગા અને TMCના ધારાસભ્ય અસિત મજૂમદાર વચ્ચે મારપીટ થઈ હતી.આ ઘટનામાં અસિત મજૂમદારને ઈજાઓ પહોંચી છે અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

શુભેંદુ અધિકારી સહિત ભાજપના 5 ધારાસભ્યોને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.સસ્પેન્ડ થનારા ધારાસભ્યોમાં શુભેંદુ અધિકારી,મનોજ તિગ્ગા,નરાહરી મહતો,શંકર ઘોષ,દીપક બરમનના નામનો સમાવેશ થાય છે.તેમને આગામી આદેશ સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

આજે સોમવારે બંગાળ વિધાનસભાના બજેટ સત્રનો અંતિમ દિવસ છે.કથિત મારપીટ બાદ ભાજપના ધારાસભ્યો વિધાનસભામાંથી બહાર આવ્યા હતા.ભાજપના ધારાસભ્યોએ લગાવેલા આરોપ પ્રમાણે તેઓ વીરભૂમ મુદ્દે ચર્ચા કરવા ઈચ્છતા હતા પંરતુ હંગામા બાદ કથિત રીતે TMCના ધારાસભ્યોએ ધક્કામુક્કી અને મારપીટ કર્યા.

વિધાનસભાની બહાર પ્રદર્શન દરમિયાન ભાજપના ધારાસભ્ય મનોજ તિગ્ગાએ જણાવ્યું કે,TMCના ધારાસભ્યોએ તેમને ધક્કાઓ અને મુક્કા માર્યા હતા.તેમણે પોતાનો શર્ટ ફાટ્યો હોવાનું પણ જણાવ્યું હતું.આ ઘટના બાદ ભાજપના ધારાસભ્ય અને પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષ નેતા શુભેંદુ અધિકારીએ વિધાનસભાની બહાર નારેબાજી કરી હતી.

Share Now