નવી દિલ્હી,તા.28 માર્ચ 2022,સોમવાર : મલેશિયન સરકારે સત્તાવાર રીતે બીટકોઈન કે અન્ય કોઈ ક્રીપ્ટોકરન્સીને સત્તાવાર ચલણ તરીકે નહી સ્વીકારવા માટેની જાહેરાત કરી છે.આ અંગેનું નિવેદન મલેશિયાના નાયબ નાણા પ્રધાને ગુરુવારે સંસદમાં આપ્યું હતું.
નાયબ નાણામંત્રી મોહમ્મદ શાહર અબ્દુલ્લાએ કાનૂની ચલણ તરીકે ક્રીપ્ટોકરન્સી કે બીટકોઈનની લાયકાત નહી હોવાના મુખ્ય કારણો તરીકે ભાવની અસ્થિરતા અને સાયબર-હુમલા પ્રત્યે બિટકોઈનની સંવેદનશીલતાને જવાબદાર ગણાવી હતી.
” બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સી વિવિધ મર્યાદાઓને કારણે પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે ઉપયોગ માટે યોગ્ય નથી,” નાયબ મંત્રીએ જણાવ્યું હતું.
ગત સપ્તાહે કોમ્યુનિકેશન વિભાગ દ્વારા બીટકોઈનને સત્તાવાર ચલણ અંગે એક દરખાસ્ત રજુ કરવામાં આવી હોવાના જવાબમાં નાણામંત્રીએ આ દરખાસ્ત ઠુકરાવી હતી અને ઉપરોક્ત જવાબ આપ્યો હતો.
લાંબા સમયથી મલેશિયા પોતે પોતાની ડીજીટલ કરન્સી ઉપર કામ કરી રહું છે.આ અંગે વધારે સંગીન યોજના ઘડવા ઇન્ટરનેશનલ બેંક ઓફ સેટલમેન્ટની સમિતિમાં પણ દેશી સભ્યપદ લીધું છે જેથી પોતાની ટેકનોલોજી અન્ય દેશોની સાથે તાલમેલ ધરાવતી હોય.
સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી આવશ્યકપણે રાષ્ટ્રીય ચલણની ઇલેક્ટ્રોનિક રજૂઆત છે.બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સીથી વિપરીત,તે નિયંત્રિત થઈ શકે છે અને વિકેન્દ્રિત નથી.
ચેઇનલિસિસના 2021 ગ્લોબલ ક્રિપ્ટો એડોપ્શન ઇન્ડેક્સમાં મલેશિયા 23મા ક્રમે છે.દેશની સામાન્ય વસ્તી બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરીને વ્યવહાર કરવામાં પહેલેથી જ સ્વીકૃત છે.

