વિશ્વના સૌથી મોટા ધનકુબેર મસ્ક ફરી કોરોના પોઝિટિવ : રીપોર્ટ

145

નવી દિલ્હી,તા.28 માર્ચ 2022,સોમવાર : વિશ્વની સૌથી મોટી ઈલેટ્રિક કાર બનાવતી કંપની ટેસ્લા અને સ્પેસ એક્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એલોન મસ્ક ફરી કોરોના સંક્રમિત થયા હોવાના અહેવાલ છે.

મસ્કે જાતે એક ટ્વિટમાં કહ્યું કે લાગી રહ્યું છે કે ફરી COVID-19 પોઝિટીવ આવ્યો છું.જોકે કોઈ ભારે લક્ષણો નથી જોવા મળી રહ્યાં.

જોકે તેમણે રેપિડ ટેસ્ટ કરાયો છે કે છે પછી વધુ સચોટ પરિણામ આપતા પોલિમરેઝ ચેઇન રિએક્શન ટેસ્ટ કરાવ્યા છે.

ચીનમાં કોરોનાનો રાફડો ફરી ફાડ્યો છે.કોવિડ-19 ટેસ્ટિંગ માટે સમગ્ર શહેરમાં નવ દિવસનું લોકડાઉન લદાતા ટેસ્લાની શાંઘાઈ ફેક્ટરી ચાર દિવસ માટે બંધ રહેવાની છે.

એક જ દિવસમાં 2 વાર પોઝિટીવ-2 વાર નેગેટીવ :

નવેમ્બર 2020માં મસ્કે કોરોના વયારસના ટેસ્ટિંગની સચોટતા પર સવાલ ઉઠાવ્યા હતા.તેમણે દાવો કર્યો હતો કે એક જ દિવસમાં તેઓ બે વાર પોઝિટીવ અને બે વાર નેગેટીવ આવ્યા છે.

Share Now