– કડોદરા પી.આઈ.એ બાતમી આધારે 2.74 લાખની વિદેશી દારૂ ઝડપી પાડ્યો
પલસાણા : સુરત જિલ્લાના પલસાણા તાલુકાની કડોદરા પોલીસે બાતમી આધારે વોચ ગોઠવી તાંતીથૈયા ગામની સીમના ઉભી હતી ત્યારે બાતમી મુજબનો ટેમ્પો આવતા પોલીસે પીછો કરી છેક હલધરું ગામની સીમમાં આ ટેમ્પાને ઝડપી પાડ્યો હતો ટેમ્પા રોડની સાઈડમાં ઉતરી જતા ટેમ્પો ચાલક ટેમ્પો છોડી ફરાર થઈ ગયો હતો તો વળી ક્લીનર ટેમ્પા માંથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો પોલીસે ટેમ્પો ડ્રાઇવર તેમજ દારૂ ભરાવનારને વોન્ટેડ જાહેર કર્યા હતા.
મળતી માહિતી અનુસાર કડોદરા GIDC પોલીસ મથકના પી.આઈ.હેમંત પટેલ નાઓને અંગત રાહે બાતમી મળી હતી કે કડોદરાથી બારડોલી તરફ જતા વ્હાઇટ રંગના ટેમ્પામાં ચોર ખાનું બનાવી લાખોનો વિદેશી દારૂ લઈ જવાઈ રહ્યો છે જે બાતમી આધારે કડોદરા પોલીસની એક ટિમ તાંતીથૈયાની સહયોગ હોટલની સામે વોચ ગોઠવી ઉભી હતી.તે વખતે કડોદરા થી બારડોલી તરફ જતા રોડ પર બાતમી મુજબના વર્ણન વાળો સફેદ રંગનો ટાટા ટેમ્પો GJ 05 AZ 6491 આવતા તેને લાકડીના ઈશારે અટકાવવાનું કહેતા પોલીસ જોઈ ટેમ્પો ચાલક ટેમ્પો લઈ ભાગી છૂટ્યો હતો.પોલીસે ટેમ્પાનો પીછો કરતા ટેમ્પો હલધરુંથી પરબ તરફ જતા પરબ કેળવણી મંડળની સ્કૂલની પાસે ખેતેરાડીના રસ્તે રસ્તાની બાજુના ઉતારી દીધેલી હાલતમાં મળી આવ્યો હતો પોલીસે ટેમ્પો જોતા ટેમ્પાનો આગળનો કાચ તૂટી ગયેલો હતો ડ્રાઇવર ટેમ્પો છોડી ભાગી છૂટ્યો હતો તો ક્લીનરને આંખના ભાગે તેમજ મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઇજા ગ્રસ્ત હાલતમાં ટેમ્પામાં હતો પોલીસે ક્લીનરનું નામ પૂછતાં તેને આકાશ સમાધાન બડવુંઝર (ઉ.વ 24 રહે.ભૂંસાવલ મહારાષ્ટ્ર )ના હોવાનું જણાવ્યું હતું કે ડ્રાઇવર જબબ્બાર ફકીર હોવાનું જણાવ્યું હતું અને ટેમ્પો માલિકનું નામ રાજુ જણાવ્યું હતું પોલીસે ટેમ્પાનું ચોરખાનું ખોલી તપાસતા તેમાંથી જુદીજુદી બ્રાન્ડની 2510 બોટલ વિદેશી દારૂ અને બિયરની મળી આવી હતી પોલીસે 2,73,900 ની કિંમતનો દારૂ ટેમ્પો મળી 7,74,400નો મુદ્દામાલ કબ્જે ક્લીનરની અટકાયત કરી ડ્રાઇવર અને ટેમ્પા માલિક વિરુદ્ધ પ્રોહિબિશન એકટ હેઠળ ગુન્હો નોંધી બંનેને વોન્ટેડ જાહેર કર્યા હતા.