– પશ્ચિમના પરાંની બે મેટ્રોના પ્રથમ તબક્કાનું લોકાર્પણ
મુંબઈ
કેન્દ્ર સરકાર મુંબઈ- અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેન માટે આગ્રહી છે. પણ દેશની પ્રથમ બુલેટ ટ્રેન શરૂ કરવી હતી તો મુંબઈ- અમદાવાદને બદલે મુંબઈ- નાગપુર વચ્ચેની કરવી જોઈતી હતી.જેથી કરીને રાજ્યની રાજધાની અને ઉપરાજધાની સાથે જોડાત. તેનો ફાયદો મહારાષ્ટ્રને થયો હોત.મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેન રાજ્ય માટે ફાયદાકરક નથી. એમ કરીને રાજ્યના મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ કેન્દ્ર સામે નિશાન તાક્યું હતું.આજે મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટના ઉદઘાટન પ્રસંગે ઉપરોક્ત નિવેદન કર્યું હતું.
મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને મેટ્રો કાર શેડનો મુદ્દા પર કેન્દ્રની ભાજપ સરકારને ચાબખા માર્યા હતા.મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેન માટે કેન્દ્ર સરકાર આગ્રહી છે.આ માટે કેન્દ્ર સરકાર મુંબઈની બાંદરા- કુર્લા કોમ્પ્લેક્સના પરિસરની લાખો કિંમતની જમીન માંગી રહી છે.આ જગા અમે આંતરરાષ્ટ્રીય નાણાકેન્દ્ર માટે રાખી મૂકી હતી.કેન્દ્ર સરકાર આ જમીન લેતી હોય તો મુંબઈના મેટ્રો પ્રોજેક્ટના કાર શેડ માટે કાંજૂરમાર્ગ ખુલી પડેલી જમીન આપતી નથી,એમ કહીને મુખ્યપ્રધાન ઠાકરે કેન્દ્ર સરકારની સામે નિશાન તાક્યું હતું.
મુંબઈ પ્રત્યે કેન્દ્ર સરકારને પ્રેમ છે તો આ જમીન કારશેડ માટે કેમ આપતી? આ જગા મળે તો ભવિષ્ય મેટ્રોનો વિસ્તાર અંબરનાથ સુધી કરી શકાશે.આ સિવાય પમ્પિંગ સ્ટેશન અને ધારાવીમાં પુનર્વિકાસ માટે રાજ્ય સરકાર જગા માંગે છે.પણ તે જમીન કેન્દ્ર સરકાર આપતી નથી.આવા અનેક પ્રશ્નોની જડી ઉધ્ધવ ઠાકરેએ વરસાવી હતી.
તદઉપરાંત જી.એસ.ટી. સહિત વિવિધ મુદ્દા પર કેન્દ્ર સરકારે મુખ્યપ્રધાને આડે હાથ લીધી હતી.દરમિયાન ગુડી પાડવાના શુભ દિને આજે મુંબઈગરાને રાજ્યના મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ મરાઠી ભવનનું ઉદઘાટન તેમજ લીલી ઝંડી આપીને મેટ્રો- ૭ અને મેટ્રો ૨ એનું પ્રથમ તબક્કાનું લોકાર્પણ કર્યું હતું.આથી આજથી કાંદિવલી દહાણુકરવાડીથી ગોરેગામ પૂર્વ આરે કોલોની સુધી બન્ને રૂટ પર મેટ્રો સેવા શરૂ કરાઈ છે.આ બન્ને મેટ્રો શરૂ થતાં ટ્રાફિકમાં થોડીક રાહત મળશે.આ ઉદઘાટનના કાર્યક્રમમાં નાયબ મુખ્યપ્રધાન અજીત પવાર,પ્રધાન આદિત્ય ઠાકરે,પ્રધાન એકનાથ શિંદે,મેયર કિશોરી પેડણેકર,પ્રધાન અસલમ શેખ વિધાનસભ્ય સુનીલ પ્રભુ સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.