બારડોલી : સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં કઠોર ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર જમણા કાંઠા નહેરના પાણીમાં નાહવા ગયેલ 17 વર્ષીય કિશોર ઊંડા પાણીમાં તણાઇ જતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.પ્રાપ્ત માહિતી મુજબ કામરેજ તાલુકાનાં આંબોલી ગામે બરકત પ્લાઝામાં અને મૂળ વરસીંગપુર તા-ઉનાના વતની રહીમભાઇ આજીભાઇ મન્સૂરી કે જેઓ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 17 વર્ષીય પુત્ર નવાઝ કઠોરથી રંગોલી ચોકડી તરફ જતા કઠોરગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર જમણા કાંઠાની નહેરના પાણીમાં નહાવા ગયો હતો જે નહેરમાંથી નીકળી ન શકતા નહેરના પાણીમાં તણાઇ ગયો હતો ઘટનાની જાણ કામરેજ પોલીસને કરતાં તેમણે આ સગીરની શોધખોળ હાથ ધરી છે.