– તેમાં દરેક પ્રકારની બુલેટ્સ,ગ્રેનેડસ,બોમ્બ,મિસાઇલ્સ રોકેટ્સ,માઇન્સ સર્વે અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે.
નવી દિલ્હી : જુદા જુદા અકસ્માતોમા છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણાં મોટા પ્રમાણમાં શસ્ત્ર સરંજામ ગુમાવ્યા પછી સેંકડો કરોડના શસ્ત્ર સરંજામની આપૂર્તિ કરવા સેનાએ તેની સલામતી હેતુ યુદ્ધ વિમાનો વધારવા,તેના ૧૬ મુખ્ય એમ્યુનેશન ડીપોમાં થતા શસ્ત્ર ઉત્પાદનમા સુધારણા શરૂ કરી છે તેમ ડીરેક્ટર જનરલ ઓફ ઓર્ડીનન્સ સર્વિસીઝ દ્વારા કહેવામાં આવ્યુ છે.તેમણે જણાવ્યું હતું કે, તે માટે યોગ્ય એજન્સીના પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીનો પણ સાથ લેવામાં આવી રહ્યો છે.આ સાથે ડીરેક્ટર જનરલ દ્વારા તેમના એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EoI) માં જણાવવામાં આવ્યું છે કે, કોઈ પણ ધમકીને પહોંચી વળવા માટે બહુઆયામી યુદ્ધ ક્ષમતા વધારવી અનિવાર્ય બની રહી છે.તે માટે તેમાં આધુનિકતા દાખલ કરવી જ રહી.સેનાના ૧૬ મેજર એમ્યુનેશન ડીપો છે મુખ્ય ડીપો મહારાષ્ટ્રનાં ફૂલગાઁવમાં છે જે આર્મી હેડક્વાર્ટરના સીધા હાથ નીચે છે.તે મધર ડીપો કહેવાય છે. આ સેન્ટ્રલ એમ્યુનીશન ડીપો (CAD) દેશમાં બનાવવામાં આવ્યા અને વિદેશમાંથી આયાત કરાતા શસ્ત્રાસ્ત્રો, ફીલ્ડ એમ્યુનેશન ડીપો (FAD) ને પણ મોકલી આપે છે તેમાં યુદ્ધ ભીતિની ભૌગોલિક પરિસ્થિતિ ઉપર પણ ધ્યાન રાખવામાં આવે છે તે પ્રમાણે શસ્ત્રાસ્ત્રો તેઓને મોકલવામાં આવે છે.આ ડીપોમાં દરેક પ્રકારના બુલેટ્સ (ગોળીઓ),શેલ્સ,માઇન્સ,રોકેટસ અને મિસાઇલ પહોંચાડવામાં આવ છે.આ ડીપોની પાસે એરવેફોર્સને માટે પણ જરૂરી તેવા શસ્ત્રાસ્ત્રો માટેના પણ ડીપો રાખવામાં આવ્યા છે.આ શસ્ત્રાગારમાં વિસ્ફોટો ન થાય તે માટે પૂરી તકેદારી પણ રાખવામાં આવે છે.તે માટે નિશ્ચિત ટેકનિકલ નોર્મ્સ (નિયમનો) તે ડીપો અને તેની આસપાસના વિસ્તારોમાં પણ રાખવામાં આવે છે તે નિયમનો જાળવી રાખવા માટે સતત- ચોવીસે કલાક ચોકી પહેરો રખાય છે. આ ડીપોના સ્થળની પસંદગી ઓપરેશનલ એન્ડ લોજિસ્ટિક કન્સીડરેશન (કાર્યવાહી સમયની અને સહાયક પ્રકારની ગણતરી) પ્રમાણે કરવામાં આવે છે.દરેક ડીપોને ઉંચી દિવાલો, વૉચ ટાવર્સ, CCTV વ.થી સુરક્ષિત રખાય છે તથા તે સાથે ટેક્નિકલ એક્સપર્ટસ,ઇન્સ્પેક્શન એન્ડ ડીસ્પોઝલ એક્સપોર્ટસ,વિશિષ્ટ ફાયર ફાઇટીંગ ઇક્વિપમેન્ટ,સેફ્ટી લેન્સ તથા વોટર ટેન્કસ સંલગ્ન હોય છે.

