સુરેન્દ્રનગર : થાનગઢ તાલુકાના ખાખરાળી રોડ ઉપરના એક મકાનમા દરોડો પાડી પોલીસે દારૃ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.વિવિધ બ્રાન્ડની રૃા. ૯૬૦૦ની કિંમતની ૯૬ બોટલો કબજે કરી પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.થાનગઢ ખાખરાળી રોડ રેલવે સ્ટેશન પાસે મરાઠા લાઈનમાં રહેતા રાકેશ ભલાભાઈ સોલંકી અને જયેશ ભલાભાઈ સોલંકી પોતાના મકાનમાં વિદેશી દારૃ સંતાડી વેચાણ કરી રહ્યા હોવાની બાતમી મળી હતી.તેના આધારે પોલીસે દરોડો પાડયો હતા.ત્યારે રાકેશ સોલંકી જુદી જુદી બ્રાન્ડની રૃા. ૯૬૦૦ની કિંમતની ૯૬ બોટલ દારૃ સાથે ઝડપાઈ ગયો હતો.જયારે જયેશ સોલંકી હાજર મળ્યો ન હતો.રાકેશની પુછપરછમાં આ દારૃ આંબેડકરનગર – ૩માં રહેતા પ્રકાશ લાલજીભાઈ સોલંકી પાસેથી લાવ્યા હોવાની કબુલત કરી હતી.જેથી પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


