મહારાષ્ટ્રમાં કોરોનાનાં કેસમાં ડરામણો વધારો, મંત્રીએ કહ્યું- ત્રીજા સ્ટેજ તરફ વધી રહ્યા છીએ

304

મહારાષ્ટ્રનાં સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ શનિવારનાં કહ્યું કે રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં મોટો વધારો થયો છે અને તેમણે લોકોને આ વાયરસને ફેલાવાથી રોકવા માટે સાર્વજનિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરતા બચવાની અપીલ કરી છે. પત્રકારો સાથે વાતચીતમાં ટોપેએ કહ્યું કે રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 11 નવા કેસ આવવાની સાથે 63 પહોંચી ગઈ છે. તેમણે કહ્યું કે, “11 નવા કેસમાંથી 8 લોકોએ વિદેશની યાત્રા કરી હતી અને ત્રણ લોકો પ્રભાવિત લોકોનાં સંપર્કમાં આવ્યા હતા.”

નવા 10 કેસ મુંબઈમાં – 1 પુણેમાં

સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે 10 કેસ મુંબઈમાં સામે આવ્યા છે, જ્યારે એક કેસ પુણેમાં સામે આવ્યો છે. તેમણે કહ્યું કે, “52થી વધીને 63 કેસ થવા મોટો વધારો છે. કુલ દર્દીઓમાંથી 13થી 14 દર્દીઓએ એવા છે જે સંક્રમિત દર્દીઓનાં સંપર્કમાં આવ્યા છે. બહારથી આવેલા લોકોનાં કારણે આ વધારે ફેલાયો છે. હું લોકોને ઘરથી બહાર ના નીકળવાની અપીલ કરું છું. તેમને સામાજિક અંતર બનાવીને અને સાફ-સફાઈ રાખીને આત્મ અનુશાસન રાખવું જોઇએ.”

કોરોના સામે લડવા માટે લોકોનાં સહકારની જરૂર

મંત્રીએ કહ્યું કે, “જો સાર્વજનિક વાહનોમાં ભીડ ઓછી ના થઈ તો તેને બંધ કરવામાં આવશે. આઈકાર્ડની તપાસ કર્યા બાદ સાર્વજનિક વાહનોમાં લોકોને યાત્રા કરવા દેવાની પરવાનગી આપવાનો પણ એક વિકલ્પ છે.” તેમણે જણાવ્યું કે મુંબઈમાં ઉપનગરીય ટ્રેન આવશ્યક ગતિવિધિયો માટે ચાલશે. ટોપેએ કહ્યું કે, “દર્દીઓની સંખ્યા વધવી ચિંતાનું મુખ્ય કારણ છે અને આમાં લડવા માટે લોકોનાં સહકારની આવશ્યક્તા છે.”

વાયરસ ઠંડા સ્થાનો પર લાંબા સમય સુધી જીવિત રહે છે

ટોપેએ કહ્યું કે, “જો લોકો સાંભળતા નથી અને બિનજરૂરી સાર્વજનિક વાહનવ્યવહારનો ઉપયોગ કરવાનું ચાલું રાખે છે તો અમારી કંઇક બીજું વિચારવું પડશે.” તેમણે કહ્યું કે, “આપણે આ રોગનાં બીજા તબક્કામાં છીએ અને ત્રીતા તબક્કા તરફ વધી રહ્યા છીએ.” ટોપેએ કહ્યું કે, WHO અને કેન્દ્ર સરકારનાં દિશાનિર્દેશો અનુસાર આ વાયરસ ઠંડા સ્થાનો પર લાંબા સમય સુધી જીવિત રહે છે.” તેમણે કહ્યું કે, “આ કારણે ફક્ત સરકારી કાર્યલયોએ જ નહીં, પરંતુ લોકોએ પણ એર કંડીશનનો ઉપયોગ ના કરવું જોઇએ.”

Share Now